Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi : PM મોદીએ મતદાન મથક પર કોના ચરણ સ્પર્શ કર્યા ? જુઓ video

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Mod) એ આજે ​​અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. તમે ટીવી પર વીડિયો પણ જોયો જ હશે. કડક સુરક્ષા હેઠળ PM મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન...
pm modi   pm મોદીએ મતદાન મથક પર કોના ચરણ સ્પર્શ કર્યા   જુઓ video

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Mod) એ આજે ​​અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. તમે ટીવી પર વીડિયો પણ જોયો જ હશે. કડક સુરક્ષા હેઠળ PM મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન મથક પર પહોંચ્યા હતા. PM મોદીએ કેન્દ્રની બહાર ઉભેલા કેટલાક લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. આગળ મતદાન મથકના ગેટ પર એક વૃદ્ધ માણસ ઉભા હતા. પીએમે આવતાની સાથે જ તેમના ચરણ સ્પર્શ કર્યા. આખરે, તે વ્યક્તિ કોણ હતી જેના પગને પીએમએ સ્પર્શ કર્યો?

Advertisement

PM મોદીએ  મોટા ભાઈ સોમાભાઈ મોદી ચરણ સ્પર્શ કર્યા

સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલ વ્યક્તિ પ્રવેશ દ્વાર પર પીએમની રાહ જોઈ રહ્યા હતા. આજુબાજુ સુરક્ષાદળોનો ઘેરો હતો પરંતુ કોઈએ તેમને રોક્યા ન હતા. જ્યારે PM મોદી પગપાળા લોકોને શુભેચ્છા પાઠવતા તેમની પાસે પહોંચ્યા તો તેમણે તેમના પગ સ્પર્શ કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. આગળ પીએમ અને તે બંને મતદાન મથકની અંદર ગયા. વાસ્તવમાં, તે બીજું કોઈ નહીં પણ PM મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી હતા.

Advertisement

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ દોઢ કલાકમાં ઝડપી મતદાન થઇ રહ્યું છે. પ્રથમ દોઢ કલાકમાં ગુજરાતના મતદાનમા ઉછાળો આવ્યો છે અને સરેરાશ મતદાનના ટકાવારી 10 ટકાથી વધુનું નોંધાયુ છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે.

Advertisement

આજે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણીના મતદાનને પ્રથમ દોઢ કલાક પૂર્ણ થયો છે.  ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24.35 ટકા મતદાન થયુ છે. આજે ત્રીજા તબક્કા માટે ગુજરાતની 25 બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. ખાસ વાત છે કે, લોકસભાની 26 બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે.

આ પણ  વાંચો - LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

આ પણ  વાંચો - Rajkot : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

આ પણ  વાંચો - VADODARA : જરૂરીયાતમંદ મતદારોને પોલીસનો સહારો

Tags :
Advertisement

.