Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Climate Change Journalism પરના મીડિયા વર્કશોપનું આયોજન, 40થી વધુ મીડિયા પ્રોફેશનલ્સ ઉપસ્થિત

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સહયોગથી આજે યુનિસેફ, એલીક્સિર ફાઉન્ડેશન અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત પુરાવા આધારિત ક્લાઈમેટ ચેન્જ જર્નાલિઝમ પરના મીડિયા વર્કશોપમાં 40 થી વધુ મીડિયા પ્રોફેશનલ્સે હાજરી આપી હતી. વર્કશોપનો ઉદ્દેશ્ય જાહેર અભિપ્રાય ઘડવા અને નિર્ણય લેનારાઓને...
climate change journalism પરના મીડિયા વર્કશોપનું આયોજન  40થી વધુ મીડિયા પ્રોફેશનલ્સ ઉપસ્થિત
Advertisement

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સહયોગથી આજે યુનિસેફ, એલીક્સિર ફાઉન્ડેશન અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત પુરાવા આધારિત ક્લાઈમેટ ચેન્જ જર્નાલિઝમ પરના મીડિયા વર્કશોપમાં 40 થી વધુ મીડિયા પ્રોફેશનલ્સે હાજરી આપી હતી. વર્કશોપનો ઉદ્દેશ્ય જાહેર અભિપ્રાય ઘડવા અને નિર્ણય લેનારાઓને પ્રભાવિત કરવા માટે જાગરૂકતા વધારીને અને આબોહવા પરિવર્તન અંગે પગલાં લેવા માટે મીડિયાનો ટેકો મેળવવાનો હતો.

Advertisement

Advertisement

જલવાયું સંકટ અંગે મીડિયા થકી લોકોને જાગૃત કરી શકાય

Advertisement

વર્કશોપનો ઉદ્દેશ્ય જાહેર અભિપ્રાયને આકાર આપવાનો હતો અને જલવાયુ પરિવર્તન પરની કાર્યવાહી માટે જાગૃતિ વધારીને અને મીડિયાના સમર્થનને મેળવી નિર્ણય લેનારાઓને પ્રભાવિત કરવાનો હતો. સચોટ અને સમયસર માહિતી આપીને, મીડિયા લોકોને જલવાયું સંકટની તાકીદને સમજવામાં મદદ કરી શકે છે અને તેમને પગલાં લેવા માટે પ્રેરણા આપી શકે છે.

મીડિયા મહત્વની ભૂમિકા ભજવી શકે છે

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મીડિયા નિર્ણય ઘડનારાઓને જવાબદાર રાખવામાં અને નીતિ ઘડતર કરનારા માટે આબોહવાની કાર્યવાહી સર્વોચ્ચ અગ્રતા રહે તે સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અંતે, આબોહવાની ક્રિયા સાથે મીડિયાની સંલગ્નતામાં સફળતાની વાર્તાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓને પ્રકાશિત કરીને સકારાત્મક અને ટકાઉ વર્તણૂકને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થઈ શકે છે, જેનાથી વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને ટકાઉ પ્રથાઓ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

જમીની વાસ્તવિકતા લોકો સુધી પહોંચવી જોઈએ

ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ શ્રી નિર્ણય કપૂરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અસરકારક દ્વિ-માર્ગીય સંચાર સુનિશ્ચિત કરવા માટે જલવાયું પરિવર્તનના મુદ્દામાં હિતધારક પક્ષ તરીકે મીડિયાની ભૂમિકા આવશ્યક છે, જેથી જમીની વાસ્તવિકતા મોટા પ્રમાણમાં વહેંચી શકાય. પ્રેક્ષકો સિવાય આપણે જલવાયુ પરિવર્તનની જાણકારીથી પોતાને અપડેટ રાખવાની જરૂર છે.

પર્યાવરણની રક્ષા માટે સાથે કામ કરી રહ્યાં છીએ

UNICEF ગુજરાતના ચીફ શ્રી પ્રશાંતદાસે જણાવ્યું કે, જલવાયુ સંકટ એક બાલ અધિકાર સંકટ છે. જલવાયું પરિવર્તન દુનિયાના બાલકો અને યુવાનો માટે સૌથી મોટા ખતરામાંથી એક છે. બાળકો હવામાનની ઘટનાઓથી બચવામાં ઓછા સક્ષમ હોય છે અને ઝેરી કેમિકલ, તાપમાનમાં પરિવર્તન અને બિમારીઓ પ્રત્યે વધારે સંવેદનશીલ છે. તે નોંધવું ઉત્સાહજનક છે કે ભારત રિન્યૂએબલ એનર્જી, જળ સંરક્ષણ અને વેસ્ટ મેનેજમેન્ટમાં રોકાણ સહિત જુદી-જુદી પહેલની સાથે જલવાયું પરિવર્તન શમન અને અનુકુલમાં પ્રગતિ કરી રહ્યો છે. ભારત સરકારે પર્યાવરણની રક્ષા અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામુહિક કાર્યવાહીને પ્રોત્સાહન આપવા માટે ભારતના નેતૃત્વમાં એક વૈશ્વિક જન આંદોલન મિશન LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) લોન્ચ કરી છે. UNICEF આ ક્ષેત્રમાં સતત પ્રગતિ કરવા માટે ગુજરાત સરકાર, સહયોગીઓ, જલવાયુ ચેમ્પિયન, બાળકો અને યુવાઓ સાથે કામ કરી રહ્યાં છે.

વાસ્તવિક અનુભવોને ઉપયોગ કરવા પર ભાર

જે બાદ વરિષ્ઠ પત્રકાર શ્રી શ્યામ પારેખે આબોહવા પરિવર્તન વિશે વાતચીત કરવા વાસ્તવિક જીવનના અનુભવોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પત્રકારોને માર્ગદર્શન આપ્યું. વધુમાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે વાસ્તવિક પર્યાવરણીય અને આબોહવા પરિવર્તનના મુદ્દાઓને દર્શાવતી વાતો પર ખૂબ ધ્યાન આપવું જોઈએ.

  • મીડિયા વર્કશોપમાં બે ક્લાઈમેટ ચેમ્પિયન લોકેન્દ્ર બાલાસરિયા અને માનસી ઠાકર પણ સામેલ થયા, જેમણે જલવાયું પરિવર્તનનો સામનો કરવા અને પર્યાવરણની રક્ષા માટે કાર્યવાહી કરવા વિશે પોતાની વાસ્તવિક જીવનના અનુભવો અને વાતો શેર કરી.

જલવાયુ પરિવર્તન પર રિપોર્ટિંગ થવું જોઈએ

વર્કશોપનો એક મહત્વનો નિષ્કર્ષ તે પણ હતો કે જલવાયુ પરિવર્તન એક ઘટના જ નથી પણ એક પ્રક્રિયા છે અને તે માટે તેનું રિપોર્ટીંગ ઝડપી થવું જોઈએ જેમા જલવાયુ પરિવર્તનના જુદાં-જુદાં આયામોને સામેલ કરવા જોઈએ. જમીન પર જુદી-જુદી સંરક્ષણ ગતિવિધિઓ માટે પારંપરિક જ્ઞાનનું રિપોર્ટિંગ પણ એક મહત્વનું પાસું હોઈ શકે છે.

વૈજ્ઞાનિક અધ્યયનોના નિષ્કર્ષ લોકો સુધી પહોંચવા જોઈએ

વૈજ્ઞાનિક અધ્યયનોના મહત્વના નિષ્કર્ષો સામાન્ય લોકો સુધી પહોંચે તે મીડિયાની જવાબદારી છે. વર્કશોપે તજજ્ઞો અને મીડિયા વચ્ચે વર્તમાન જ્ઞાનઅંતર પર ભાર મુક્યો. આ અંતરને માત્રા આવી વર્કશોપ અને માહિતીના કુશળ પ્રવાહને સુનિશ્ચિત કરીને પુરી શકાય છે.

આ પણ વાંચો : કુદરતી જંતુનાશક દવાઓના વેચાણથી બોરીપીઠા ગામની મહિલાઓ બની આત્મનિર્ભર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Gondal Bandh : આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું, જાણો કારણ ?

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ક્રાઈમ

Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Trending News

.

×