ચહલની એક ભૂલ રાજસ્થાનને પડી ભારે, જેનો છોડ્યો કેચ તેણે જ સિક્સ ફટકારી બનાવ્યું GTને ચેમ્પિયન
ક્રિકેટમાં એક એક વિકેટનું ઘણું મહત્વ હોય છે. ત્યારે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ તેનું તાજું ઉદાહરણ બન્યું છે. જીહા, રાજસ્થાનના જાદુઈ સ્પિનર યુજવેન્દ્ર ચહલની એક ભૂલ રાજસ્થાનને ભારે પડી છે. જાણો શું હતી તેની ભૂલ...IPL 2022ની ફાઈનલ રવિવારે અમદાવદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ આમને-સામને હત
Advertisement
ક્રિકેટમાં એક એક વિકેટનું ઘણું મહત્વ હોય છે. ત્યારે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ તેનું તાજું ઉદાહરણ બન્યું છે. જીહા, રાજસ્થાનના જાદુઈ સ્પિનર યુજવેન્દ્ર ચહલની એક ભૂલ રાજસ્થાનને ભારે પડી છે. જાણો શું હતી તેની ભૂલ...
IPL 2022ની ફાઈનલ રવિવારે અમદાવદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ આમને-સામને હતી. મેચમાં ટોસ જીતીને રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પાવર પ્લે દરમિયાન આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. પરંતુ તે પછી જોશ બટલરને છોડી ટીમના કોઇપણ ખેલાડી ટીમને સારો સ્કોર આપવામાં સફળ થઇ શક્યા નહીં. અને ટીમ 9 વિકેટે માત્ર 130 રન બનાવવામાં સફળ રહી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત પણ કઇ ખાસ રહી નહોતી. ટીમે પાવર પ્લેમાં માત્ર 31 રન જ બનાવ્યા હતા. વળી આ દરમિયાન ટીમે રિદ્ધિમાન સાહા અને મેથ્યૂ વેડન આમ 2 વિકેટ પણ ગુમાવી હતી.
જોકે, આ મેચમાં ગુજરાતના સ્ટાર બેટ્સમેન શુભમન ગીલે ફરી એકવાર શાનદાર બેટિંગ કરી અને શાનદાર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પરંતુ આ દરમિયાન રાજસ્થાનના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્રએ એક મોટી ભૂલ કરી હતી, જેના કારણે રાજસ્થાનને મેચના અંત સુધી નુકસાન સહન કરવું પડ્યું હતું. વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલે શૂન્યના સ્કોર પર ગુજરાતના ઓપનર શુભમન ગિલનો કેચ છોડ્યો હતો, ત્યારપછી આ યુવા બેટ્સમેને પાછું વળીને જોયું નહોતું અને પોતાની ટીમને જીત સુધી લઈ જતાં જ પેવેલિયનનો રસ્તો પકડ્યો હતો. જો ચહલના હાથમાંથી ગિલનો કેચ સરકી ન ગયો હોત તો રાજસ્થાનની ટીમ IPLની ફાઇનલમાં શાનદાર વાપસી કરીને ટાઈટલ જીતી શકી હોત. જોકે, આ એક સંભાવના છે. કારણ કે ગુજરાત ટાઈટન્સ પાસે અન્ય ઘણા બેટ્સમેન હતા કે જેઓ આ સ્કોર સુધી પહોંચવામાં સક્ષમ હતા.
આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં બની હતી. ટ્રેન્ટ બોલ્ટના ચોથા બોલ પર ગિલ બોલને સમજી ન શક્યો, ત્યારબાદ બોલ બેટ સાથે અથડાયો અને સીધો ચહલ પાસે સ્ક્વેર લેગ તરફ ગયો. બોલને હવામાં જોઈને યુજીએ ડાઈવ લગાવી પરંતુ તે બોલને પકડવામાં નિષ્ફળ ગયો અને આ સોનેરી તક તેના હાથમાંથી સરકી ગઈ. આ ઘટના બાદ ગિલે શૂન્યથી 45 રનનો સ્કોર કર્યો અને પોતાની ટીમને જીત અપાવી.