Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લાચાર લાગતો વૃદ્ધ નિકળ્યો પાકિસ્તાનનો એજન્ટ, 4 વર્ષથી કરતો હતો જાસૂસી

દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સિનિયર સીટીઝનની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, પાકિસ્તાની જાસૂસ બની 72 વર્ષના વૃદ્ધએ આંતરિક સુરક્ષાને લગતી માહિતી પહોંચાડી, આરોપી સીમકાર્ડ અને વોટ્સએપ OTP દ્વારા પાકિસ્તાનીઓને કરતો હતો મદદ,ફેક વેબસાઈટ બનાવી નિવૃત સૈનિકો ટાર્ગેટ કરતો હતો.આવી રીતે  પહોંચાડતો માહિતીક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં આવેલો અબ્દુલ વહાબ પઠાણ પાકિસ્તાનનો જાસૂસ છે. 72 વર્ષનો અબ્દુલ વહાબ
04:19 PM Sep 27, 2022 IST | Vipul Pandya
દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સિનિયર સીટીઝનની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, પાકિસ્તાની જાસૂસ બની 72 વર્ષના વૃદ્ધએ આંતરિક સુરક્ષાને લગતી માહિતી પહોંચાડી, આરોપી સીમકાર્ડ અને વોટ્સએપ OTP દ્વારા પાકિસ્તાનીઓને કરતો હતો મદદ,ફેક વેબસાઈટ બનાવી નિવૃત સૈનિકો ટાર્ગેટ કરતો હતો.
આવી રીતે  પહોંચાડતો માહિતી
ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં આવેલો અબ્દુલ વહાબ પઠાણ પાકિસ્તાનનો જાસૂસ છે. 72 વર્ષનો અબ્દુલ વહાબ પહેલી નજરે વૃદ્ધ અને લાચાર વ્યક્તિ લાગે પણ તે દેશ વિરોધી માહિતી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ મોકલતો હતો..આરોપીએ સરકારી વેબસાઇડ ક્લોન વેબસાઈડ બનાવી લશ્કરીદળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો.
જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદ માંથી સીમકાર્ડ ખરીદતો હતો જે સીમકાર્ડ નંબર ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબર પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબએ ખરીદેલા સીમકાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો જેનાથી વોટ્સએપ એક્ટિવ કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.
મૂળ પાકિસ્તાનનો, 30 વર્ષથી અમદાવાદમાં રહેતો
પકડાયેલ પાકિસ્તાની જાસૂસ અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનો રહેવાસી છે પણ છેલ્લા 30 વર્ષથી અમદાવાદ ના કાલુપુર ખજૂરી મસ્જિદની ગલીમાં પરિવાર સાથે રહે છે. જે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો પણ વર્ષ 2010 નિવૃત થયો છે. જે આરોપી પાકિસ્તાનના વિઝા મેળવવા ન્યુ દિલ્હી ગયો હતો તે સમયે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ શફાકત જતોઇના સંપર્કમાં આવ્યો હતો અને પૈસા માટે પાકિસ્તાન જાસૂસ બન્યો હતો.
આરોપી છેલ્લા 4 વર્ષથી દેશ વિરોધી કૃત્ય કરતો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક સીમકાર્ડ માધ્યમથી વોટ્સએપ એક્ટિવ કરાવ્યું છે પરંતુ તેના પાસેથી 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે જે કોના નામે ખરીદ્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આરોપી અબ્દુલ વહાબ ચાર થી પાંચ વખત પાકિસ્તાન જઈને આવ્યો છે.
આ પ્રકારએ અબ્દુલ વહાબ જેવા અનેક પાકિસ્તાન જાસુસોની મદદથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી ભારત વિરોધના નેટવર્કને ફેલાવાનો ષડયંત્ર ઘટસ્ફોટ થયો છે..મહત્વનું છે કે જે એક્ટિવ થયેલા વોટ્સએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સી ISIS દ્વારા ભારતના સુરક્ષાદળોની અત્યંત ગોપનીયત અને સુરક્ષા દ્રષ્ટીએ અતિસંવેદનશીલ આંતરિક વ્યવસ્થા ની માહિતી એકત્રિત કરીને ભારત વિરુદ્ધ ગુનાહિત કાવતરું ધડીને નેટવર્ક ઉભું કરતા હતા.
સીમકાર્ડ દીઠ 8 થી 10 હજાર મળતા
ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાની જાસૂસ કેન્દ્રીય સૈનિક બોર્ડ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેરની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટ બનાવી આ સીમકાર્ડ દ્વારા લશ્કરીદળોના નિવૃત જવાનો વોટ્સએપ કોલ કે મેસેજ મોકલી ટાર્ગેટ કરતા, આરોપીને એક સીમ કાર્ડના બદલે 8 થી 10 હજાર રૂપિયા મળતા હતા હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા સીમકાર્ડનો ઉપયોગ કર્યો છે તે મુદ્દે રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી.
Tags :
AhmedabadAhmedabadCrimeBranchCrimeGujaratFirstIndiaISISPakistanspy
Next Article