ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવરાત્રિમાં આ વખતે પોલીસે મહિલા સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગને લઈને તૈયાર કર્યો આ ખાસ પ્લાન

નવરાત્રિ ના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રિ નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની àª
10:32 AM Sep 23, 2022 IST | Vipul Pandya
નવરાત્રિ ના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રિ નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
- રોડ પર પાર્ક કરેલા વાહનો થશે તરત ટો
આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12:00 વાગ્યે સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે.
- ટેક્નોલોજીનો કરાશે ભરપૂર ઉપયોગ
અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની છે, જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રિથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે. રાત્રિના સમયે શહેરના મહત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ખાસ શી ટીમ અલગ અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સત્ય થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે.
- PM ના કાર્યક્રમ માટે ખાસ આયોજન
અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ શેરી ગરબાના આયોજકોને પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ઇમર્જન્સી વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રસ્તા ખુલ્લા રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી GMDC ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગરબામાં મા અંબાના દર્શન કરવા આવનારા હોવાથી ત્યાં પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Tags :
GujaratFirstNavratrispecialplanwomensafety
Next Article