અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત 9 થી 12 ધોરણની નવી શાળાઓનું નિર્માણ થશે
જો સરકાર મંજૂરી આપશે તો આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત 9 થી 12 ધોરણની નવી શાળાઓનું નિર્માણ થશે. વર્ષોથી કોર્પોરેશનની માધ્યમિક શાળા માત્ર પાંચ જ છે ત્યારે આ શાળાનું સંચાલન નગર શિક્ષણ સમિતિને સોંપવા તેમજ નવી માધ્યમિક શાળાઓ ખોલવા માટે સરકાર શ્રી ને પત્ર લખવામાં આવશે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો મ્યુનિસિપલ સ્કૂલ બોરà
જો સરકાર મંજૂરી આપશે તો આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત 9 થી 12 ધોરણની નવી શાળાઓનું નિર્માણ થશે. વર્ષોથી કોર્પોરેશનની માધ્યમિક શાળા માત્ર પાંચ જ છે ત્યારે આ શાળાનું સંચાલન નગર શિક્ષણ સમિતિને સોંપવા તેમજ નવી માધ્યમિક શાળાઓ ખોલવા માટે સરકાર શ્રી ને પત્ર લખવામાં આવશે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા 469 શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં એક લાખ 60 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ છે. પ્રાથમિક શાળાઓ તો મોટા પાયે છે પરંતુ માધ્યમિક શાળા માત્ર પાંચ જ છે જેમાં 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
માધ્યમિક સ્કૂલ
- રખિયાલ ઉર્દ શાળા
- બાપુનગર હિન્દી શાળા
- મ્યુનિસપલ ગર્લસ , ખમાસા
- અસારવા માધ્યમિક
- મણીનગર ખાતે સ્કૂલ આવેલી છે
આ શાળાનાં સંચાલનની જવાબદારી એક અધિકારીને સોંપવામાં આવી છે. વર્ષોથી આ શાળાની સંખ્યાઓમાં કોઈ વધારો થયો નથી તેમજજોઈએ તેવું ધ્યાન આપી શકાતું નથી ત્યારે શાળાઓની જવાબદારી પણ સ્કૂલ બોર્ડને સોંપવામાં આવે અને નવી શાળાઓ બનાવવામાં આવે જેથી કરીને એક થી આઠ ધોરણ ભણીને આવતા બાળકો આગળ સરકારી શાળામાં એડમિશન લઈ આગળ વધી શકે ડ્રોપાઉન્ડ રેશીયો ઘટે તે માટે આ પ્રકારનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો - માઉન્ટ આબુમાં શરદ મહોત્સવનો આજથી ત્રિદિવસીય પ્રારંભ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement