ATM માંથી રૂપિયા નીકળે નહિ અને પૈસા કપાયા હોવાનો મેસેજ આવે તો થઈ જજો સાવધાન...
જો તમે ATM મશીનમાં રૂપિયા ઉપડવા જાવ અને રૂપિયા નીકળે નહિ તો સાવધાન થઇ જજો કારણકે ATM મશીનમાં રૂપિયા નીકળવાના સ્લોટમાં એક ખાસ પ્રકારની હાથ બનાવટની ચિપ મુકેલી હશે અને આ ચીપના લીધે તમારા રૂપિયા નીકળશે નહીં અને બાદમાં કેટલાક ઠગ લોકો આ ચિપ કાઢીને તમારી મહેનતની કમણીને ગણતરીની મિનિટોમાં ATM માંથી કાઢી લેશે.SBI ના બેન્કના ATM મશીનની બહાર સિક્યોરિટી ગાર્ડ નહિ હોવાનો કેટલુ નુકશાન ગ્રાહકોને થઈ રહà«
Advertisement

જો તમે ATM મશીનમાં રૂપિયા ઉપડવા જાવ અને રૂપિયા નીકળે નહિ તો સાવધાન થઇ જજો કારણકે ATM મશીનમાં રૂપિયા નીકળવાના સ્લોટમાં એક ખાસ પ્રકારની હાથ બનાવટની ચિપ મુકેલી હશે અને આ ચીપના લીધે તમારા રૂપિયા નીકળશે નહીં અને બાદમાં કેટલાક ઠગ લોકો આ ચિપ કાઢીને તમારી મહેનતની કમણીને ગણતરીની મિનિટોમાં ATM માંથી કાઢી લેશે.
SBI ના બેન્કના ATM મશીનની બહાર સિક્યોરિટી ગાર્ડ નહિ હોવાનો કેટલુ નુકશાન ગ્રાહકોને થઈ રહ્યું છે અને કેટલો ફાયદો ઘણા ઠગ લોકોને થઈ રહ્યો છે તેનો લાઈવ વિડીયો આજે અમે તમને બતાડવા જઈ રહ્યા છીએ. આ વીડિયો બતાડવા માટેનો આમારો હેતુ એટલો જ છે જેનાથી લોકો જાગૃત થાય તો જોવો આ વીડિયો જેમાં કેટલાક ઠગ લોકો SBIના ATMમાં આવે છે અને એક સ્ટીલના બનાવટની ચિપ વડે ATM માંથી વગર પાસવર્ડ રૂપિયા કાઢી લે છે.ટ
આવી હતી મોડેસ ઓપેન્ડિ
સાયબર ક્રાઇમની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે આ તમામ આરોપીઓએ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATMમાં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા આ તમામ લોકોની મોડેસ ઓપેન્ડિની જો વાત તમે સાંભળશો તો ચોકી ઉઠશો સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી જે ફરાર છે તેણે સાયબર ક્રાઇમની ગિરફતમાં આવેલા ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી.
જેમાં એલ્યુમિનિયમ ના ધાતુ વાળી વાય આકારના ચીપિયા બનાવ્યા હતા જે ચિપ્યા ને ATM મશીનમાંથી જે જગ્યા પરથી પૈસા નીકળતા હોય છે ત્યાં સુ-વ્યવસ્થિત મૂકી દેવામાં આવતી હતી અને જ્યારે ATM ધારક પોતાનું ATM કાર્ડ લઈને મશીનમાં નાખે અને પાસવર્ડ એન્ટર કરે અને પૈસા નીકળવાનો આવજ પણ આવે અને પૈસા બહાર નીકળે નહિ ત્યારે આ એલ્યુમિનિયમના બનાવેલા ચિપિયાની અંદર તમામ રોકડ રકમ ફસાઈ જતી હોય છે અને ગ્રાહક ATM મશીનમાંથી બહાર જતો રહે છે બાદમાં થોડા સમયમાં જ આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાની બહાર કાઢીને ચિપિયા માં ભરાવેલા રૂપિયા બહાર કાઢીને ફરાર થઇ જાય છે.
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચ એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે વગર પાસવર્ડ ATM મશીન માંથી રૂપિયા કાઢી નાખ્યા છે જેમાં રોહિત સિંગ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે અને મુખ્ય આરોપી આશોકસિંહ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે, ઉલ્લેખનીય છે કે, આ તમામ આરોપીઓ માંથી રોહિત સિંગ માત્ર 07 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, ને બીજો આરોપી વિમલ પાલ BSC સુધીનો અભ્યાસ કરેલો છે અને ધીરેન્દ્ર કુમાર પાલ 09 ધોરણ સુધી ભણેલો છે.