Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હાથમાંથી ટેટૂ હટાવાના બહાને લઇ જઇ સગીરા પર દુષ્કર્મ, જાણો સગીરાએ શું કર્યું

અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં પાડોશી આધેડે 17 વર્ષીય સગીરાને હાથમાંથી ટેટૂ હટાવાના બહાને ઘરની બહાર લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આધેડે સગીરાને 10 દિવસમાં બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના સમયે આધેડે દુષ્કર્મનો વીડિયો રેકોર્ડ કરી સગીરાને ધમકી પણ આપી હતી. યુનિવર્સિટી પોલીસે પોક્સો,બળાત્કાર અને બ્લે
11:40 AM May 11, 2022 IST | Vipul Pandya
અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં પાડોશી આધેડે 17 વર્ષીય સગીરાને હાથમાંથી ટેટૂ હટાવાના બહાને ઘરની બહાર લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આધેડે સગીરાને 10 દિવસમાં બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના સમયે આધેડે દુષ્કર્મનો વીડિયો રેકોર્ડ કરી સગીરાને ધમકી પણ આપી હતી. 


યુનિવર્સિટી પોલીસે પોક્સો,બળાત્કાર અને બ્લેકમેલીંગની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.સગીરાના હાથમાં રહેલા ટેટુ હટાવવાના બહાને લઈ જઈ પહેલી વખત તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેનો વીડીયો રેકોર્ડ કરી બીજી વખત પણ તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાની હકીકત સામે આવી છે..


તપાસમાં બહાર આવ્યું કે આરોપી પરિણીત છે અને તેનો પરિવાર રાજસ્થાનમાં વસવાટ કરે છે. પાડોશી સગીરાની માતા સાથે સારા સંબંધ હોવાથી તેના પર ભરોસો રાખી માતા સગીરાને આરોપીના ઘરે મોકલીને બહાર પણ જતી હતી. 


ઘટના બાદ સગીરાએ ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મામલો સામે આવ્યો હતો જેથી તેના પરિવારે આધેડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી તેના મોબાઇલમાં રહેલા સગીરાના ફોટા અને વીડિયો કબ્જે કરી મોબાઈલ તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપ્યા હતા.છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં મોટાભાગના કેસમાં ભોગ બનનાર ના પરિચિત જ આરોપી હોવાનું સામે આવ્યું છે.
Tags :
AhmedabadGujaratFirstpoliceRapઅમદાવાદદુષ્કર્મ
Next Article