Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના આશ્રમ રોડ પર પડ્યો મસમોટા ભૂવો, AMCની કામગીરી પર ઉઠ્યા સવાલ

રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં આ વખતે મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં ભૂવા પડ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદના આશ્રમ રોડ વલ્લભ સદન ચાર રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. આ પહ
06:04 AM Jul 16, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં આ વખતે મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં ભૂવા પડ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદના આશ્રમ રોડ વલ્લભ સદન ચાર રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. 
આ પહેલીવાર નથી કે વરસાદ પડ્યો અને ભૂવો પડ્યો છે. લગભગ આવા દ્રશ્યો દર વર્ષે જોવા મળી જાય છે. તંત્ર દ્વારા દર વર્ષ સારુ કામ કર્યા હોવાની ચર્ચાઓ ભલે થતી હોય પરંતુ સચ્ચાઇ જનતા સમક્ષ છે. અમદાવાદના આશ્રમ રોડ વલ્લભ સદન ચાર રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. અત્યાર સુધીમાં 22 જેટલા ભૂવા અમદાવાદ શહેરમાં પડ્યા છે. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં જાણે ભૂવા પણ બરાબર મૂર્હુત સાચવી જાણે છે, તેવું હવે લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની 10 તારીખે અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ પૂરી રીતે ધોવાઇ ગયા છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે, આ રસ્તાઓ પરથી નીકળતા વાહનોને નુકસાન થઇ રહ્યું છે. 


Tags :
AhmedabadGujaratGujaratFirstGujaratRainheavyrainMonsoonMonsoonRainRain
Next Article