Khyati Hospital Scam : આરોપી ડો. પ્રશાંત વજીરાણીને મોટો ફટકો, NMC એ ફરી લીધો મોટો નિર્ણય!
- અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા સમાચાર (Khyati Hospital Scam)
- ડૉ. પ્રશાંત વજીરાણીનું સસ્પેન્શન યથાવત રહેશે
- ત્રણ વર્ષ માટે પ્રશાંત વજીરાણીને સસ્પેન્ડ કરાયો હતો
- અગાઉ નેશનલ મેડિકલ કાઉન્સિલે સસ્પેન્શન રદ કર્યું હતું
Khyati Hospital Scam : અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા સમાચાર આવ્યા છે. આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીનું સસ્પેન્શન યથાવત રહેશે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ડો. પ્રશાંત વજીરાણીને (Dr. Prashant Vajrani) ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. જો કે, અગાઉ નેશનલ મેડિકલ કાઉન્સિલે (National Medical Council) સસ્પેન્શન રદ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે (GMC) કરેલી રજૂઆતનાં આધારે સસ્પેન્શન યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો - Banaskantha: આતંકી હુમલાને લઈ પાલનપુરમાં જનઆક્રોશ મહારેલી, શક્તિપીઠ અંબાજીના વેપારીઓએ પણ નોંધાવ્યો વિરોધ
GMC ની રજૂઆત બાદ NMC એ સસ્પેન્શન યથાવત રાખ્યું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં (Khyati Hospital Scam) સંડોવાયેલા ડો. પ્રશાંત વજીરાણીને ફરી મોટો ફટકો પડ્યો છે. ડો. પ્રશાંત વજીરાણીનું (Dr. Prashant Vajrani) સસ્પેન્શન યથાવત રહેશે એવો નિર્ણય કરાયો છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ડો. પ્રશાંત વજીરાણીનું નામ સામે આવતા તેમને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, આ મામલે નેશનલ મેડિકલ કાઉન્સિલે (NMC) સ્ટેટ કાઉન્સિલનાં નિર્ણયને રદ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે નેશનલ મેડિકલ કાઉન્સિલને ફરી રજૂઆત કરતા ડો. પ્રશાંત વજીરાણીનું સસ્પેન્શન યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. સ્ટેટ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ ગંભીર પ્રકારનો ગુનો હોવાની રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો - Gujarat BJP : આવતીકાલે BJP બાકી રહેલા જિલ્લા-મહાનગર પ્રમુખોના નામની કરશે જાહેરાત!
શું છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ ?
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીમાં મેડિકલ કેમ્પ યોજી PMJAY હેઠળ જરૂરિયાત ન હોવા છતાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ હતી. ત્યાર બાદ હૃદયમાં સ્ટેન્ટ મૂકાયા હતા. 19 પૈકી 2 દર્દીનાં મોત થતાં હોબાળો થયો હતો. ત્યાર બાદ ખ્યાતિ હોસ્પિટલનાં સમગ્ર કૌભાંડનો (Khyati Hospital Scam) પર્દાફાશ થયો હતો. આમ, અયોગ્ય રીતે PMJAY લાભ લેનારી હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - Ahmedabad : ગેરકાયદે ધાર્મિક બાંધકામ સામેની કાર્યવાહી મામલે સરકારનો દ્વિતીય રિપોર્ટ HC માં રજૂ