Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Scam : GMC ની મિટિંગમાં મોટો નિર્ણય, આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ

આ કૌભાંડ સાથે સંડોવાયેલ બે ડોક્ટરોનાં લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
khyati hospital scam   gmc ની મિટિંગમાં મોટો નિર્ણય  આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ
Advertisement
  1. અમદાવાદ ખ્યાતીકાંડ કૌભાંડ મામલે મહત્ત્વનાં સમાચાર (Khyati Hospital Scam)
  2. કૌભાંડમાં સંડોવાયેલા બે ડોક્ટરને લઈ GMC દ્વારા કરાયો મોટો નિર્ણય
  3. બંને 2 ડોક્ટરનાં લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
  4. ડો. સંજય પટોળીયાનું M.B.B.S. અને M.S. (Surgery) નું લાયસન્સ સસ્પેન્ડ
  5. ડો. શૈલેષકુમાર આનંદનું M.B.B.S. અને D.C.M. નું લાયસન્સ સસ્પેન્ડ કરાયું

Khyati Hospital Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બે ડોક્ટર સામે GMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ સાથે સંડોવાયેલા 2 ડોક્ટરોનાં લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલની જનરલ બોડીની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો - Gandhinagar : વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે કામચલાઉ મેરીટ યાદી ?

Advertisement

Advertisement

કૌભાંડ સાથે સંડોવાયેલ બે ડોક્ટરોનાં લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે (GMC) કડક કાર્યવાહી કરી છે. આ કૌભાંડ સાથે સંડોવાયેલ બે ડોક્ટરોનાં લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ગુજરાત મેડિકલ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં ડો. સંજય મુળજીભાઈ પટોળીયાનું M.B.B.S. અને M.S. (Surgery) નું લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, ડો. શૈલેષકુમાર અમૃતલાલ આનંદનું M.B.B.S. અને D.C.M. નું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જાહેર આરોગ્યની દ્રષ્ટિ એ કેસની ગંભીરતા દાખવી ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1967 ના સેક્શન 22(1)(બી) (આઈ) હેઠળ 2 ડોક્ટરનાં લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને ડોક્ટરનાં લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સરેન્ડર કરવા GMC દ્વારા હુકમ કરાયો છે.

આ પણ વાંચો - Banaskantha : પાલનપુરનાં નારી સંરક્ષણ કેન્દ્રની સરાહનીય કામગીરી, માનસિક અસ્થિર મહિલાનું 15 વર્ષે પરિવાર સાથે મિલન

શું છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ ?

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીમાં મેડિકલ કેમ્પ યોજી PMJAY હેઠળ જરૂરિયાત ન હોવા છતાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ હતી. ત્યાર બાદ હૃદયમાં સ્ટેન્ટ મૂકાયા હતા. 19 પૈકી 2 દર્દીનાં મોત થતાં હોબાળો થયો હતો. ત્યાર બાદ ખ્યાતિ હોસ્પિટલનાં સમગ્ર કૌભાંડનો (Khyati Hospital Scam) પર્દાફાશ થયો હતો. આમ, અયોગ્ય રીતે PMJAY લાભ લેનારી હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - Rajkot : પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV વાઇરલ થવા મામલે મોટો ખુલાસો, 3 આરોપીની અટકાયત

Tags :
Advertisement

.

×