Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના નારોલમાંથી કાશ્મીરી ચરસની હેરાફેરી ઝડપાઈ

અમદાવાદમાંથી ફરી એક વખત નશાનો કારોબાર પોલીસે ઝડપી લીધો છે. નારોલ પોલીસે ચોક્કસ હકીકત આધારે નારોલ લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સની ધરપકડ કરી 6 લાખથી વધુનો કાશ્મીરી ચરસનો જથ્થો કબ્જે કર્યો છે. મુંબઈથી કાશ્મીરનાં આરોપીનો સંપર્ક કરી નારોલમાં ચરસની ડિલીવરી કરાઈ હતી અને તે ચરસ રાજકોટ ડિલીવર થવાનો હતો. જોકે તે પહેલા નારોલ પોલીસે ચરસનાં જથ્થા સાથે આરોપીને ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે.નાàª
અમદાવાદના નારોલમાંથી કાશ્મીરી ચરસની હેરાફેરી ઝડપાઈ
અમદાવાદમાંથી ફરી એક વખત નશાનો કારોબાર પોલીસે ઝડપી લીધો છે. નારોલ પોલીસે ચોક્કસ હકીકત આધારે નારોલ લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સની ધરપકડ કરી 6 લાખથી વધુનો કાશ્મીરી ચરસનો જથ્થો કબ્જે કર્યો છે. મુંબઈથી કાશ્મીરનાં આરોપીનો સંપર્ક કરી નારોલમાં ચરસની ડિલીવરી કરાઈ હતી અને તે ચરસ રાજકોટ ડિલીવર થવાનો હતો. જોકે તે પહેલા નારોલ પોલીસે ચરસનાં જથ્થા સાથે આરોપીને ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે.
નારોલ પોલીસે ચરસનાં જથ્થા સાથે મોહમ્મદ હાસીમ મધીયા નામનાં શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી નારોલ પોલીસે ચરસનો 4.20 કિલો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ચોક્કસ હકીકત મળી હતી કે નારોલ લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સ રાજકોટમાં ચરસનો જથ્થો આપવા જવાનો છે. આ હકીકતનાં આધારે પોલીસે વોચ ગોઠવી મોહમદ હાસીમને ઝડપી પાડયો હતો.  જેની પાસેથી 6 લાખથી વધુની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો.
પકડાયેલો આરોપી મોહમ્મદ હાસીમ મધીયા મૂળ જુનાગઢનો રહેવાસી છે અને છેલ્લા ઘણાં સમયથી મુંબઈમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે. જોકે આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચરસનો જથ્થો લેવા માટે જ પોતે અમદાવાદ આવ્યો હતો અને રાજકોટમાં ડિલિવરી આપવાનો હતો. પણ તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો. મહત્વનું છે કે મોહમ્મદ હાસીમ રાજકોટમાં હિદાયત ખાન પઠાણ નામના વ્યક્તિને આ ચરસ આપવા માટે નીકળ્યો હતો અને જમ્મુ કાશ્મીરથી રમીઝ ડાર પાસેથી આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને ચાર કિલો ચરસ રાજકોટ પહોંચાડવા માટે કેરિયર તરીકે મોહમદ હાસીમને લાખો રૂપિયા મળવાના હતા. ત્યારે હાલ તો પોલીસે બંને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પોલીસે હાલ તો ફરિયાદ નોંધી આરોપી મોહમદ હાસીમને પકડી વધુ તપાસ વટવા પોલીસને સોપી છે. મોહમ્મદ હાસીમ પ્રથમ વખત જ ચરસનો જથ્થો આપવા લાગ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. પરંતુ અગાઉ પણ નશાના સામાનની હેરાફેરી કરી ચૂકયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ તમામ સવાલોના જવાબ ચરસ નો જથ્થો આપનાર જમ્મુ કાશ્મીરના  રમીઝ ડાર અને રાજકોટમાં ચરસ લેનાર હિદાયત ખાન પઠાણ ની ધરપકડ બાદ મળી શકે છે..
Advertisement
Tags :
Advertisement

.