જુહાપુરામાં ગુનેગારો બેફામ, મહિલા પર 4 રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો ફરાર
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગુનેગારો ફરી એક વખત બેલગામ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં રહેતા ૫૧ વર્ષીય મુનિરાબીબી શેખ નામની મહિલા સોમવારે રાતના ફતેવાડીમાં આવેલા લોખંડવાલા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.જ્યાંથી રાતના 10 વાગે ઘરે જઈ રહ્યા હતા. તેવામાં ફતેવાડીમાં રિક્ષામાં પસાર થતી વખતે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આડેà
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગુનેગારો ફરી એક વખત બેલગામ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં રહેતા ૫૧ વર્ષીય મુનિરાબીબી શેખ નામની મહિલા સોમવારે રાતના ફતેવાડીમાં આવેલા લોખંડવાલા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.જ્યાંથી રાતના 10 વાગે ઘરે જઈ રહ્યા હતા. તેવામાં ફતેવાડીમાં રિક્ષામાં પસાર થતી વખતે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. જે ફાયરીંગની ઘટનામાં મહિલાને ચાર જેટલી ગોળીઓ વાગતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
- રિક્ષાચાલકે સમયસૂચકતા વાપરતા જીવ બચ્યો
મહત્વનું છે કે આ ઘટના બની હતી ત્યારે મુનિરાબીબી રિક્ષામાં મુસાફરી કરતા હતા તે સમયે જ મહિલાને ગોળીઓ વાગતા રિક્ષાચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક મહિલાને SVP હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરતાં મહિલાનો જીવ બચી ગયો છે. આ મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- મિલ્કતની બાબતમાં કરાયું ફાયરિંગ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલા મુનીરાબીબીને તેના પિતાના માલિકીની જગ્યા વિરમગામના માંડલ તાલુકામાં આવેલી છે, જે જમીન પર વર્ષ ૨૦૦૦માં દીપક ઠક્કર સાથે કરાર કરીને વીસ વર્ષ માટે પેટ્રોલપંપ માટે જમીન ભાડે આપવામાં આવી હતી. જે જમીન પરની લિઝ પૂર્ણ થતા મુનિરા બીબીને ભાડું આપવાનું અથવા તો જમીન ખાલી કરવાનું કહેતા દીપક ઠક્કર દ્વારા અવારનવાર તેને ધમકી આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે પેટ્રોલ પંપ સંચાલક દીપક ઠક્કર દ્વારા છેલ્લા બે વર્ષથી મુનીરા બીબીને જગ્યાનું ભાડું ન આપી તેમજ જગ્યા ખાલી ન કરી આપતા વિવાદ ચાલી રહ્યો હતો. તેવામાં મુનીરાબીબી પર ફાયરિંગ કરનાર વ્યક્તિઓમાં શકમંદ તરીકે દીપક ઠક્કર તેનો ભત્રીજો અને નવઘણ ભરવાડ સામે આક્ષેપ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- નવઘણ ભરવાડ 10 થી વધુ ગુનામાં સામેલ
આ સમગ્ર મામલે હાલ તો વેજલપુર પોલીસે આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.આ ઘટનામાં શંકાસ્પદ આરોપીને નવઘણ ભરવાડ સામે ૧૦ થી વધુ ગુનાઓ મારામારી સહિતના નોંધાયેલા હોય ત્યારે વેજલપુર પોલીસે આરોપીઓ ઝડપાયા તે માટે કવાયત તેજ કરી છે.
- ડેલુનો ડર દૂર થતાં ગુનેગારો બેફામ
અમદાવાદમાં ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુની હાલમાં જ જામનગર SP તરીકે બદલી થઈ છે.તેવામાં ગુનેગારોને અંકુશમાં રાખનાર પ્રેમસુખ ડેલુની અમદાવાદમાંથી વિદાય થતાની સાથે જ અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.જે ગુનેગારો DCP ના ડરથી વિસ્તારમાં આવતા પહેલા 100 વાર વિચારતા હતા તેવા ગુનેગારો હવે બેરોકટોક વિસ્તારમાં દુષણ ફેલાઈ રહ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
Advertisement