Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રહ્યાં જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના આરોપીઓ, જુઓ તસવીરો....

ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફુટ્યું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાયું. વડોદરાથી ગુજરાત ATSની (Gujarat ATS) ટીમે પેપર લીક (Paper Leak) મામલે સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર,ઓડીસામાં પેપર લિંક કનેક્શન સામે આવ્યું. કેવી રીતે ગુજરાત એટીએસએ જુનિયર ક્લાર્કનું (Junior Clerk) પેપર લીક થતા અટકાવ્યું જોઈએ આ અહેવાલમાં...1 ગુજરાતમાં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી યથાવર
02:47 PM Jan 29, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફુટ્યું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાયું. વડોદરાથી ગુજરાત ATSની (Gujarat ATS) ટીમે પેપર લીક (Paper Leak) મામલે સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર,ઓડીસામાં પેપર લિંક કનેક્શન સામે આવ્યું. કેવી રીતે ગુજરાત એટીએસએ જુનિયર ક્લાર્કનું (Junior Clerk) પેપર લીક થતા અટકાવ્યું જોઈએ આ અહેવાલમાં...
1 ગુજરાતમાં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી યથાવર્ત છે. ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા આખરે રદ્દ કરવાની ફરજ પડી. પરતું ઉમેદવારોમા પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપર લીક કાંડના આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી.ધટનાની વાત કર્યે તો ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જુનિયર ક્લાર્કનું પેપર બરોડાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે.
જેથી બરોડામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમ પહોંચી. જ્યાં પેપર લીક કરી રહેલા 15 જેટલા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.આ પૂછપરછ માં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલ કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપર લીક થયું હોવાનું ખુલાસો થયો છે.
પેપર લીક કાંડ મામલે ATSની તપાસમાં ગુજરાત,બિહાર અને ઓડીસા કનેક્શન સામે આવ્યું છે. ATS ટીમેં બરોડા પેપર લીક કરનાર કેતન બારોટ,ભાસ્કર ચૌધરી,પ્રદીપ નાયક,અનિકેત ભટ્ટ,રાજ બારોટ અને બિહારના મોરારી પાસવાન સહિત 15 લોકોની ધરપકડ કરી.જેમાં ઓડીસાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી ગુજરાત લઈને આવ્યો હતો.
હાલ હૈદરાબાદ થી એટીએસને ટીમે જીત નાયકની પણ અટકાાત કરી છે.માનવામાં આવી રહ્યું છે કે જીત નાયક પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો.અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું.
પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપ સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું. જોકે પેપર લીક કરતા પહેલા તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ કરવાના હતા.જેનો મોડી રાત્રે બે થી ચાર વાગ્યેનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019 માં પણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી તો દિલ્હીના તિહાડ જેલની હવા ખાઈ ચૂકેલા છે. જોકે અન્ય પકડાયેલા આરોપીઓ માંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે જેના કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406, 409, 420 અને 120 B મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ક્યારે ક્યાં વર્ષમાં કઈ કઈ પરીક્ષાના પેપર ફૂટ્યા
  • 2014 માં ચીફ ઓફિસર
  • 2015 તલાટીની પરીક્ષા
  • 2018 મુખ્ય સેવિકાની પરીક્ષા
  • 2018 નાયબ ચીટનિશની પરીક્ષા
  • 2018 લોક રક્ષક દળ ની પરીક્ષા
  • 2019 બિન સચીવાલય ક્લાર્ક
  • 2021 હેડ ક્લાર્ક
  • 2022 વન રક્ષકનું પેપર ફૂટ્યું
આ પણ વાંચો - Oh My God..પેપરલીક કાંડના આરોપીઓ આ રીતે પેપર વેચવાના હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratGujaratATSGujaratFirstJrClearkExamJuniorClerkExamPaperLeakPepperleakScandalઅમદાવાદગુજરાતગુજરાતATSગુજરાતએટીએસગુજરાતીસમાચારજુનિયરક્લાર્કપરિક્ષારદ્દવડોદરાસ્પર્ધાત્મકપરીક્ષા
Next Article