Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPLની ફાઈનલ મેચની ટિકિટ મામલે ઠગાઈ કરનાર જય શાહની ધરપકડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મી મેના રોજ આઈપીએલની ફાઇનલ મેચ રમાઇ હતી, ત્યારે આઇપીએલની ફાઇનલ મેચમાં ટીકીટ આપવાના નામે 2 લાખ 56 હજાર રૂપિયાની ઠગાઇ કરનાર જય શાહ નામના શખ્સની અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. દસ્ક્રોઈના વહેલાલમાં રહેતા તરંગ પટેલ નામના 23 વર્ષીય યુવકને ૨૬મી મેના રોજ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે મોટેરામાં સ્ટેડિયમ ખાતે યોજાનાર ગુજરાત ટાઇટન્àª
iplની ફાઈનલ મેચની ટિકિટ મામલે ઠગાઈ કરનાર જય શાહની ધરપકડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મી મેના રોજ આઈપીએલની ફાઇનલ મેચ રમાઇ હતી, ત્યારે આઇપીએલની ફાઇનલ મેચમાં ટીકીટ આપવાના નામે 2 લાખ 56 હજાર રૂપિયાની ઠગાઇ કરનાર જય શાહ નામના શખ્સની અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. 
દસ્ક્રોઈના વહેલાલમાં રહેતા તરંગ પટેલ નામના 23 વર્ષીય યુવકને ૨૬મી મેના રોજ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે મોટેરામાં સ્ટેડિયમ ખાતે યોજાનાર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ફાઈનલ મેચની ટિકિટ જોઈતી હોય તો કરાવી આપીશ, તે પ્રકારનું કહીને પોતે સ્ટેડિયમમાં ટિકિટ ફાળવણીમાં મેમ્બર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. અને જોઈતી હોય તેટલી ટિકિટ સેટિંગ કરાવી આપવાનું કહ્યું હતું.
 જોકે તે સમયે યુવકને મેચની ટિકિટ જોઈતી ન હોય તેણે ના પાડી હતી, બાદમાં યુવકના મિત્રોને આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ જોઈતી હોય તેણે જય શાહનો સંપર્ક કર્યો હતો અને પહેલા તેની પાસે 18 ટિકિટ લીધી હતી, જેના 42 હજાર પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા.જે બાદ યુવકને વિશ્વાસ આવતા તેણે અન્ય 121 ટિકિટો બુક કરાવી હતી અને જેના 1 લાખ 25 હજાર રૂપિયા તથા છૂટક ટિકિટ 76 ના પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.
જય શાહ નામના વ્યક્તિએ બપોરના બે વાગ્યા સુધીમાં ટિકિટ આપવાનું કહ્યું હતું જોકે જે બાદ તેણે બહાના બતાવી ટિકિટ ન આપતા મેચ પૂરી થઈ ગઈ ત્યાં સુધી ટિકિટ ના આપતા યુવકને પોતાની સાથે ઠગાઈ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું, આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે જય શાહ નામના યુવકની ધરપકડ કરી છે અને તેના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.