અમદાવાદમાં IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન ડાયમંડ તૈયાર
- IPL થી પ્રેરિત ડાયમંડ: અમદાવાદના જ્વેલર્સે કર્યો અનોખો પ્રયોગ
- સુરત ડાયમંડ માર્કેટમાં નવી ઉર્જા: લેબગ્રોન ડાયમંડની વધતી માંગ
- યુવા પેઢીનો નવો ટ્રેન્ડ: રિયલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડ વધુ લોકપ્રિય
- 350 કલાકમાં તૈયાર IPL લોગોવાળો ડાયમંડ
IPL શરૂ થતાં જ ક્રિકેટ ઈન્સ્પાયર્ડ લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરાયો. જેનાથી IPLનો લોગો બનાવાયો છે જેમાં, બેટ્સમેનની સ્પેશિયલ મૂવમેન્ટ જોવા મળી છે. અમદાવાદના જાણીતા જ્વેલર્સે તૈયાર કરાયેલો આ ડાયમંડ 4.76 કેરેટનો છે, જેની હાઈટ 2.75 સે.મી છે. જેને બનાવવામાં 350 કલાક સમય લાગ્યો હતો.
સુરતના લેબગ્રોન ડાયમંડનો નવો ક્રેઝ
સુરત આમ તો લેબગ્રોન ડાયમંડ માટે જાણીતું છે. જે પ્રકારની ટેકનિકથી બને છે, હાઈપ્રેશર હાઈ ટેમ્પરેચર ટેકનિક અને બીજી છે કેમિકલ વરાળ ડિપોઝિશન ટેકનિક. સુરતમાં આ પ્રકારના ડાયમંડમાંથી લોકો મોબાઈલના કવર, ચશ્મા બનાવે છે, જે બે થી અઢી લાખ સુધીમાં તૈયાર થાય છે. ત્યારે એસેસરિઝમાં યુઝ કરી શકાય તેમ યુનિક રીતે બનાવેલા આ ક્રિકેટરને પેન્ડન્ટની જેમ પહેરવા માટે પણ બુકિંગ શરૂ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે સુરતના ડાયમંડ માર્કેટમાં કુલ 2500 મશીન લેબગ્રોન ડાયમંડ બનાવે છે.
લેબગ્રોન ડાયમંડનો વેપાર ઝડપથી વધશે
રિયલ ડાયમન્ડ ખાણમાંથી કાઢવામાં આવે છે, જેના કારણે અનેક મુશ્કેલી ઉભી થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં અમેરિકા જેવા દેશોમાં જે જનરેશન 'ઝેડ' તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડનો વેપાર આગામી 5 વર્ષમાં અકલ્પનિય રીતે વધી શકે છે. જેથી ડાયમંડ માટે વધુ યુનિટો શરૂ થશે, જેના કારણે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. ખાસ તો આ પ્રકારના ડાયમંડનો ટ્રેન્ડ માર્કેટમાં વધી રહ્યો છે. જણાવી દઇએ કે, IPL 2025 ની વિજેતા ટીમને આ ડાયમંડ આપવામાં આવશે.
અહેવાલ - સંજય જોષી
આ પણ વાંચો : IPL 2025 : ધોનીની મોટી કબૂલાત – ‘જો તે વિકેટકીપર ન હોત તો તે..!