IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ
- SEBI નાં દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપટે ચઢ્યા છે
- રવિન્દ્ર પટેલે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હોવાનું પણ જાણવા મળ્યું
- પાલડી ખાતે થયેલ ડબ્બા ટ્રેડીંગની તપાસનો રેલો સાબરકાંઠા પહોંચ્યોઃ સૂત્રો
IPS રવિન્દ્ર પટેલ સામે સેબીની તપાસનો મામલો ગરમાયો છે. જેમાં ખેડબ્રહ્માના ગલોડિયામાં રવિન્દ્ર પટેલના સાસરીમાં પણ સેબીએ પૂછપરછ કરી છે. જેમાં IPS રવિન્દ્ર પટેલના સાળાની સેબીના અધિકારીઓએ તપાસ કરી હતી. તેમાં ગલોડિયાના નવાનગરમાં સેબી પહોંચી હતી. ત્યારે બે ટીમોએ સાસરીમાં પરિવારજનોની પૂછપરછ કરી હતી. તથા ચોક્કસ કંપનીના શેરમાં રોકાણ કરી કૌભાંડ આચર્યાની આશંકાએ તપાસ શરૂ કરાઇ છે. જેમાં શેરના રોકાણની વિગતો અંગે પણ તપાસ થઇ છે.
રવિન્દ્ર પટેલે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હોવાનું પણ જાણવા મળ્યું
ગઇકાલે સાબરકાંઠાનાં ખેડબ્રહ્માનાં રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા IPS રવિન્દ્ર પટેલનાં ઘરે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગલોડીયા ગામમાં રહેતા આઈપીએસના સાળાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નાણાંકીય લેવડ દેવડ અને મિલકત સહિત બાબતે પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલનાં પિતા પણ IG કક્ષાનાં નિવૃત આઈપીએસ અધિકારી છે. તેથી રોધરા ગામે કેન્દ્રીય ટીમોનાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
SEBI નાં દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપટે ચઢ્યા
SEBI નાં દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપટે ચઢ્યા છે. સાધના બ્રોડકાસ્ટ કંપનીનાં શેરનાં ભાવમાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો. વર્ષ 2022 માં શેરબજારનાં સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલ અને મળતિયાઓનાં નિવાસ સ્થાને સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં મનીષ મિશ્રાનાં ઘરે પણ સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈપીએસ રવિન્દ્ર પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી પણ ભરી છે. સેબીએ દંડ વસૂલી 6 મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ રવિન્દ્ર પટેલે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રવિન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતા
આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ અને તેમનાં પરિવારની સેબી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રવિન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતા. પાટણ એસપી તરીકે ફરજ દરમ્યાન વેપારીને માર મારવાના મામલે વિવાદ સર્જાયો હતો. વેપારીને ગોંધી રાખી માર મારવા મામલે વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. અમદાવાદ સીટી ક્રાઈમને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી. ફરી એકવાર આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ વિવાદોમાં સપડાયા છે.
પાલડી ખાતે થયેલ ડબ્બા ટ્રેડીંગની તપાસનો રેલો સાબરકાંઠા પહોંચ્યોઃ સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ અમદાવાદનાં પાલડી ખાતે થયેલ ડબ્બા ટ્રેડીંગની તપાસનો રેલો સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા પહોંચ્યો છે. આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે તપાસ કરાઇ છે. થોડા સમય અગાઉ અમદાવાદનાં પાલડીમાં બંધ મકાનમાં એટીએસે રેડ કરી 100 કિલો સોનું તેમજ રોકડ ઝડપી હતી તે કેસમાં તપાસ આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. પાટણ એસપી તરીકે ફરજમાં હતા ત્યારથી તેઓ વિવાદમાં આવ્યા છે. હાલમાં રવિન્દ્ર પટેલ સાઈડ પોસ્ટિંગમાં છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarat : રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા!, જાણો ક્યારથી લાગૂ થઇ શકે છે નવા જંત્રીદર