Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો આજથી પ્રારંભ

છેલ્લા બે વર્ષથી જેની આતુરતાથી અમદાવાદીઓ રાહ જોઇને બેઠા હતા તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ મહોત્સવ 8થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ અને ગુજરાતભરના શહેરોમાં યોજાવાનો છે. બે વર્ષ બાદ જ્યારે હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય હાજરી રહ્યા હ
06:59 AM Jan 08, 2023 IST | Vipul Pandya
છેલ્લા બે વર્ષથી જેની આતુરતાથી અમદાવાદીઓ રાહ જોઇને બેઠા હતા તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ મહોત્સવ 8થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ અને ગુજરાતભરના શહેરોમાં યોજાવાનો છે. બે વર્ષ બાદ જ્યારે હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય હાજરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023’ નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી અન્ય મહાનુભાવો તથા વિશ્વભરમાંથી આવેલ પતંગરસિયાઓની ઉપસ્થિતિમાં શાનદાર શુભારંભ કરાવ્યો હતો.

G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નો પ્રારંભ કરાશે

આપને જણાવી દઇએ કે, G-20 થીમ પર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં આ ખાસ મહોત્સવમાં G-20 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરી, 2023ના દિવસે સવારે વહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાવાનો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું વિવિધ યાત્રાધામના સ્થળોએ આયોજન કરાયું છે. જેમકે સુરત, દ્વારકા, વડનગર, વડોદરા, રાજકોટ, ધોલેરા, ધોરડો એમ વિવિધ સ્થળે પતંગ મહોત્સવનું આયોજન થયું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો    
અલ્જીરીયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોનેર, સિન્ટ યુસ્ટેટિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશ્યસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પેલેસ્ટીન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટલી, ઈજિપ્ત વગેરે દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો.
G-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકાશે
આ વર્ષે, ગુજરાતના આકાશમાં G-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે G-20 લોગોવાળા એક વિશેષ G-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 14 રાજ્યોના 65 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો
બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો
અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો.
ક્યારે શરૂ થયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ?
ભારતમાં યોજાનાર "આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ"ની શરૂઆત 1989માં થઈ હતી. અગાઉ અમદાવાદ, ગુજરાતમાં ઉજવવામાં આવતો, આ તહેવાર દર વર્ષે સ્થાનિક રીતે માત્ર અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ઉજવવામાં આવતો હતો. હવે આ તહેવાર ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં રંગબેરંગી રીતે ઉજવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પતંગ ઉડાવવાની પ્રથા ચીનથી શરૂ થઈ હતી. આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોનો 150 વર્ષથી વધુનો ઈતિહાસ છે, જેમાં પરંપરાઓ, અંધશ્રદ્ધાઓ અને અનોખા પ્રયોગોનો સમાવેશ થાય છે. ચીન દેશમાં ઘણા એવા રાજવંશ હતા, જેમના શાસનમાં પતંગ ઉડાવીને અજાણી જગ્યાએ છોડી દેવી એ અશુભ માનવામાં આવતું હતું. તેમજ કપાયેલો પતંગ ઉપાડવો એ પણ અશુભ માનવામાં આવતું હતું. બીજી તરફ, થાઈલેન્ડમાં, દરેક રાજા પાસે એક અલગ પતંગ રહેતો હતો, જેની મદદથી તે તેને પાડોશી રાજ્ય અથવા ગરીબ રાજ્યમાં મોકલતો હતો અને શાંતિ અને સમૃદ્ધિની આશાનો પાયો નાખતો હતો. અહીં લોકો વરસાદની મોસમમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે પણ પતંગ ઉડાવતા હતા. ચીન પતંગ માટે સૌથી યોગ્ય સ્થળ હતું કારણ કે પતંગને યોગ્ય આકાર આપવા માટે જરૂરી વાંસ ચીનમાં શ્રેષ્ઠ ઉપલબ્ધ છે. પતંગ ઉડાવવા માટે વપરાતો રેશમનો દોરો પણ ચીનમાં શ્રેષ્ઠ જોવા મળે છે.
આ પણ વાંચો - વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન, હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FestivalGujaratFirstInternationalKiteFestivalInternationalKiteFestival2023kiteUttarayan
Next Article