ઉનાળામાં પાણીની પારાયણ સર્જાય, જો કે અમદાવાદની એક સોસાયટીમાં પાણીની રામાયણ સર્જાઈ
Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસે આવેલી સત્યેશ રેસીડેન્સીના (Satyesh Residency) લોકો પાણીના કારણે ભારે હાલાકીમાં મૂકાયા છે. આખી સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટરના પાણી (Sewage water) ફરી વળતા, ગટરના પાણીનો કોઈ નિકાલ ન થતા સોસાયટીમાં જ તળાવનું નિર્માણ થયું છે. પોતાની માલિકીના મકાન હોવા છતાં ડ્રેનેજ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા લોકો અન્ય જગ્યાએ ભાડે રહેવા જતા રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.છેલ્લા એક વર્à
12:54 PM Feb 17, 2023 IST
|
Vipul Pandya
Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસે આવેલી સત્યેશ રેસીડેન્સીના (Satyesh Residency) લોકો પાણીના કારણે ભારે હાલાકીમાં મૂકાયા છે. આખી સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટરના પાણી (Sewage water) ફરી વળતા, ગટરના પાણીનો કોઈ નિકાલ ન થતા સોસાયટીમાં જ તળાવનું નિર્માણ થયું છે. પોતાની માલિકીના મકાન હોવા છતાં ડ્રેનેજ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા લોકો અન્ય જગ્યાએ ભાડે રહેવા જતા રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
છેલ્લા એક વર્ષથી ગટરના પાણી આ સોસાયટીમાં ફરી વળ્યા છે. સોસાયટીમાં જ ગટરના પાણીનું જાણે કે તળાવ ઊભું થયું છે. પરિણામે અસહ્ય દુર્ગંધ અને જીવલેણ મચ્છરો વચ્ચે સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગટરના પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા ન થતા પાણી સોસાયટીમાં જ ભરાઈ રહે છે મુખ્ય દ્વારની બહાર ગટરના પાણીની નદી જેવા દ્રશ્ય સર્જાઈ જાય છે લોકો તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ તેમાંથી અવરજવર કરે છે તો સિનિયર સિટીઝને તો સોસાયટીમાં જ પુરાઈ રહેવું પડે છે તેવી પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક પ્રશાસન, સીએમઓ અને પીએમઓ સુધી અમે રજૂઆત કરી પરંતુ અમારી સોસાયટીના ગટરના પાણીનો કોઈ નિકાલ થયો નથી.
1100થી વધુ ફ્લેટ, 4000 થી વધુ રેસીડેન્ટ ધરાવતી સત્યેશ રેસીડેન્સીમાં 24 કલાક ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગચાળા થી લોકો પીડિત હોવાનું જણાવી રહ્યા છે. તો એક વર્ષથી સોસાયટીમાંથી ગટરના પાણી નો નિકાલ ન થતા પ્રોપર્ટીના ભાવ પણ અડધા થઈ ગયા છે. 40% લોકો પોતાની માલિકીના મકાનો છોડી અન્યત્રે રહેવા મજબૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે. સોસાયટીમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર 365 દિવસ ગટરના પાણીથી ભરાયેલ તળાવમાંથી અવરજવર લોકોની મોટી મજબૂરી બની છે. તો નાના બાળકો, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article