ઓઢવ રબારી વસાહતના રહીશો માટે મહત્વનો નિર્ણય, રાહત દરે અપાશે પ્લોટ
- ઓઢવ રબારી વસાહત મામલે સરકાર રાહત દરે પ્લોટ આપશે
- રાજ્ય સરકારે જંત્રીના ભાવોના 15 ટકાના દરે આ પ્લોટ ફાળવાશે
- લાભાર્થીઓએ ઠરાવના 6 મહિના અંદર નાણાં ભરવા પડશે
Ahmedabad: શહેરના ઓઢવ ખાતે આવેલ રબારી વસાહતના રહીશો માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર રબારી વસાહતના રહીશોને સરકાર બજાર ભાવના બદલે રાહત ભાવે જમીન વેચાણ થી પ્લોટની ફાળવણી કરશે. અગાઉ પ્લોટના માલિકોએ હક્ક અને વેચાણ માટે અનેક વખત રજુઆત કરી હતી. રાજ્ય સરકારે હાલ આ તમામને પ્લોટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી માલધારી સમાજના 1100 જેટલા લાભાર્થીઓને તેનો લાભ મળશે.
અગાઉ 99 વર્ષના ભાડા પેટે જમીન
અમદાવાદમાં જશોદાનગર, ઓઢવ નવી, ઓઢવ જૂની અને અમરાઈવાડી જેવા વિસ્તારોમાં 1099 પ્લોટોની ફાળવણી કરાઈ હતી. આ પ્લોટોને 99 વર્ષના ભાડા પેટે જમીન અપાઈ હતી. અગાઉ પ્લોટના માલિકોએ હક્ક અને વેચાણ માટે અનેક વખત રજુઆત કરી હતી. અગાઉ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ અનુસાર જંત્રીના 25 ટકા લેખે કાયમી પ્લોટ આપવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં સરકારે રાહત આપીને ઘટાડો કરીને જંત્રીના 15 ટકાના દરે આ પ્લોટ આપવાનું નક્કી કર્યુ છે. રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરી છે.
ઠરાવ ના 6 મહિના અંદર નાણા ભરવા પડશે
રબારી વસાહતના રહીશો માટે રાજ્ય સરકારે જંત્રીના ભાવોના 15 ટકાના દરે આ પ્લોટ આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ અનુસાર જંત્રીના 25 ટકા લેખે કાયમી પ્લોટ આપવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં સરકારે રાહત આપીને ઘટાડો કરીને જંત્રીના 15 ટકાના દરે આ પ્લોટ આપવાનું નક્કી કર્યુ છે. જો કે લાભાર્થીઓએ ઠરાવના 6 મહિના અંદર નાણાં ભરવા પડશે. આ ફાળવણી બાદ 10 વર્ષ સુધી રહેણાક સિવાય બીજો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં. 10 વર્ષ સુધી પ્લોટનું વેચાણ પણ કરી શકાશે નહિ.
આ પણ વાંચોઃ 80 જેટલા કોંગ્રેસી નેતાઓ 2 ચાર્ટર્ડ પ્લેનમાં આવશે અમદાવાદ! જાણો સુરક્ષા વ્યવસ્થા વિશે