Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરેલુ હિંસાથી કંટાળી મહિલાએ આપી પતિની હત્યાની સોપારી, જાણો કેવી રીતે થયો ઘટસ્ફોટ

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં ધોળે દિવસે રિક્ષાચાલકની થયેલી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી શંકાસ્પદ રીક્ષાના આધારે પોલીસે હત્યાના ગુનામાં સામેલ આરોપીઓને પકડી પૂછપરછ કરતા મૃતકની પત્નીએ જ પતિની હત્યાની સોપારી આપી હોવાની કબૂલાત કરી છે. આ ગુનામાં પોલીસે આરોપી પત્નીની પણ ધરપકડ કરી છે.ઝોન 7 LCB અને એલીસબ્રિજ પોલીસે ઝડપેલા  6 આરોપીઓએ રિક્ષા ચાલકનà
ઘરેલુ હિંસાથી કંટાળી મહિલાએ આપી પતિની હત્યાની સોપારી  જાણો કેવી રીતે થયો ઘટસ્ફોટ
અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં ધોળે દિવસે રિક્ષાચાલકની થયેલી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી શંકાસ્પદ રીક્ષાના આધારે પોલીસે હત્યાના ગુનામાં સામેલ આરોપીઓને પકડી પૂછપરછ કરતા મૃતકની પત્નીએ જ પતિની હત્યાની સોપારી આપી હોવાની કબૂલાત કરી છે. આ ગુનામાં પોલીસે આરોપી પત્નીની પણ ધરપકડ કરી છે.
ઝોન 7 LCB અને એલીસબ્રિજ પોલીસે ઝડપેલા  6 આરોપીઓએ રિક્ષા ચાલકની હત્યાને અંજામ આપ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ૭ મી જૂનના રોજ એલીસબ્રિજ વિસ્તારમાં સી.એન વિદ્યાલય પાસે રિક્ષા પાર્ક કરીને ઉભેલા શાંતીલાલ માળી નામનાં આધેડને ચપ્પુનો ઘા મારી અજાણ્યો શખ્સ ફરાર થઈ હતો.આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ રિક્ષા મૃતકની રિક્ષાની પાછળ જતી જોવા મળી હતી, જેથી પોલીસે ઈસનપુરથી એલીસબ્રિજ સુધીનાં 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં દેખાતા રિક્ષાચાલક ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની પુછપરછ કરતા એક બાદ એક 5 આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. આરોપીઓનાં નામ સાબીર હુસેન અન્સારી, ફયાજુદ્દીન શેખ, શાહરૂખખાન પઠાણ, શકીલ અન્સારી છે.પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું કે મૃતક શાંતિલાલની પત્નિ રૂપલબેન ધંધુકીયાએ જ પોતાના પતિની હત્યા માટે 4 લાખની સોપારી આપી હતી..
આરોપીઓની ધરપકડ કરી પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે શકીલ પઠાણ નામનાં યુવકે અન્ય આરોપીઓને પૈસા આપી રિક્ષાચાલકની હત્યા કરવા જણાવ્યું હતું. શકીલની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે ફયાજુદ્દીન ઉર્ફે ફૈજુનું નામ આપ્યું હતું, જેથી તેની પણ ધરપકડ કરવામાં આવતા તેણે શાબીર હુસેન અન્સારીએ આ સોપારી આપી હોવાનું કબુલ્યું હતું.જેથી તમામ આરોપીઓને ઝડપી પુછપરછ કરતા અંગે આ હત્યાની સોપારી આપનાર અન્ય કોઈ નહી પરંતુ મૃતક શાંતિલાલની પત્નિ જ હોવાનું ખુલ્યું હતું.
આ મામલે પોલીસે મૃતકની પત્નિની પુછપરછ કરતા તેણે પતિની હત્યાનું કાવતરું રચ્યુ હોવાની કબૂલાત કરી હતી. પતિ દ્વારા અપાતા શારિરીક માનસિક ત્રાસથી કંટાળી તેણે પતિનું કાસળ કાઢવા શાબીર અને ફૈઝુદીનને 4 લાખમાં સોપારી આપી 3 મહિનાં પહેલા 2 લાખ એડવાન્સ આપી દીધા હતા જ્યારે અન્ય 2 લાખ હત્યા કર્યા બાદ આપવાનું નક્કી કર્યું હતું.
આ ગુનામાં સામે હત્યારણ પત્નિ પોતે ઘરે રહીને કપડામાં એમ્બ્રોડરી અને ગાજબટન કરવાનું કામ કરતી હતી, ત્યારે શાહઆલમ વિસ્તારમાં કપડાની દુકાન ધરાવતા ફૈજુદીન સાથે પરિચય થયો હતો. જે બાદ તેણે શાબીર અને ફૈઝુદ્દીને હત્યા માટેની સોપારી આપી હતી.
પોલીસે મહિલા સહિતનાં આરોપીઓનાં કોલ રેકોર્ડિંગ મેળવતા તેમાં ખાસ પુરાવાઓ મળી આવ્યા હતા.મૃતકની પત્નિ દ્વારા છેલ્લાં 3 મહિનાથી પતિ ઘરમાંથી બહાર નિકળતો ત્યારે આરોપીઓને પતિનું લોકેશન શેર કરતી હોવાનું પણ સામે આવ્યું હતુ. આરોપીઓએ ભેગા મળીને શાંતિલાલ માળીનું અકસ્માત કરી તેને મોતને ધાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે તેમાં 10થી વધુ વાર તેઓ નિષ્ફળ જતા અંતે ચપ્પુથી હુમલો કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ ગુનામાં મૃતકને ચપ્પુ મારનાર વટવાનાં અલ્તમસ નામનાં ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.સાથે  પોલીસે મહિલા આરોપીની પુછપરછ કરી ખરેખર ઘરેલુ હિંસા જ હત્યા પાછળનું કારણ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.. ત્યારે જોવાનું રહ્યું કે આ ગુનામાં આગળ કેવા પ્રકારનાં ખુલાસાઓ સામે આવે છે.
Advertisement
Tags :
Advertisement

.