Gujarat University માં ભણતા વિદ્યાર્થી માટે મહત્ત્વનાં સમાચાર, ફીમાં કરાયો તોતિંગ વધારો!
- Gujarat University દ્વારા ફીમાં વધારો ઝીંકાયો
- નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીમાં ફીમાં વધારો
- પ્રતિ સેમેસ્ટર રુ.1750 થી રુ. 4500 સુધી વધુ ફી વસૂલાશે
- BA, B.Com, BCA, BBA અને PhD માં ફી વધારો
ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિંતા વધારે એવા સમાચાર આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીમાં પ્રતિ સેમેસ્ટર રુ. 1750 થી રુ.4500 સુધીનો તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી છે. BA, B.Com, BCA, BBA અને PhD માં આ ફી વધારો કરાયો છે.
આ પણ વાંચો - Ahmedabad : કેડિલાનાં CMD રાજીવ મોદી સામે કથિત દુષ્કર્મનો કેસ, HC માં અરજી!
પ્રતિ સેમેસ્ટર રુ.1750 થી રુ.4500 સુધીનો ફી વધારો
ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો અમલી કરવાનો નિર્ણય કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી પ્રતિ સેમેસ્ટર રુ.1750 થી રુ.4500 સુધીની વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાશે. યુનિ.માં BA, B.Com, BCA, BBA અને PhD કરતા વિદ્યાર્થીઓને હવે વધુ ફી ચૂકવવી પડશે.
આ પણ વાંચો - Gujarat Congress : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટો ફેરફાર!
યુનિ.નાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો ફી વધારવા અંગે નિર્ણય
સાથે જ એવી પણ માહિતી છે કે કોલેજ દ્વારા એફિલિએશન ફીમાં પણ વધારો કરાયો છે. યુનિ.નાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવા અંગે નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કમિટી (Executive Council of the University) દ્વારા બેઠક કરીને ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કરાયો છે. જણાવી દઈએ કે, 20 ફેબ્રુઆરી, 2025 એટલે કે આજે ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ વધારો ફી રેગ્યુલરિટી કમિટી (FRC) ની ભલામણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનું જણવાયું છે.
આ પણ વાંચો - Gujarat Budget 2025 અંગે BJP, કોંગ્રેસ, AAP નાં નેતાઓની પ્રતિક્રિયા, મહિલાઓ-ખેડૂતોએ કહી આ વાત!