Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત પોલીસનો દાવો- માર્યા ગયેલા લોકોએ દારૂ નહીં પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતા રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ પીવાય અને વેચાય પણ છે. તાજેતરમાં બોટાદમાંથી મોટી સંખ્યામાં લોકો ઝેરી દારૂના કારણે મોતને ભેટ્યા હોવાના સમાચાર મળ્યા હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, મોતનો આંકડો 27 સુધી પહોંચી ગયો છે. વળી આ ઘટનાને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અમદાવાદ અને બોટાદ જિલ્લાà
ગુજરાત પોલીસનો દાવો  માર્યા ગયેલા લોકોએ દારૂ નહીં પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતા રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ પીવાય અને વેચાય પણ છે. તાજેતરમાં બોટાદમાંથી મોટી સંખ્યામાં લોકો ઝેરી દારૂના કારણે મોતને ભેટ્યા હોવાના સમાચાર મળ્યા હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, મોતનો આંકડો 27 સુધી પહોંચી ગયો છે. વળી આ ઘટનાને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 
અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ઝેરી દેશી દારૂના સેવનથી મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ સતર્ક થઇ ગઇ છે. સપ્લાયનો ટેમ્પો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બોટાદ જિલ્લાની પોલીસ બરવાળા તાલુકાના ગામમાં દારૂ પીધેલા લોકોને શોધી રહી છે જેથી તેમની સારવાર થઈ શકે. આ કેસમાં પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે તેમજ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ છે. સારવાર લઈ રહેલા પીડિતની પત્નીએ જણાવ્યું કે, રવિવારે રાત્રે રોજીદ ગામમાં દારૂ પીધાના થોડા કલાકો બાદ તેના પતિની હાલત ખરાબ થવા લાગી. વળી, અન્ય પીડિત હિંમતભાઈ, જેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે, તેમણે દાવો કર્યો હતો કે રવિવારે રાત્રે દાણચોર પાસેથી ખરીદેલો દારૂ પીધા પછી ઓછામાં ઓછા 15 લોકો બીમાર પડ્યા હતા. 
મળી રહેલી માહિતી અનુસાર, સંજય, પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેંચતા હતા. અત્યાર સુધીમાં કુલ 600 લિટર સપ્લાય કરવામાં આવ્યું છે, જેમાંથી SIT ની ટીમે 450 લિટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. મળી રહેલી માહિતી અનુસાર, પીપળજ ખાતેની એમોજ નામની કંપનીમાંથી રાજુ નામના શખ્સે મીથાઇલ આલ્કોહોલ મોકલ્યું હતું. રાજુએ ત્રણ બેરલ, મીથાઇલના છોટા હાથી પિકઅપ વાનમાં મોકલ્યા હતા. ડભોઇ ગામે પિન્ટુ અને સંજય નામના બે વ્યક્તિઓએ ત્રણ બેરલ ઉતાર્યા. વધુ પડતો માલ ચોકડી ગામના એક પિન્ટુ નામના વ્યક્તિને આપ્યો હતો. પિન્ટુએ આસપાસના ગામમાં મીથાઇલ કેમિકલ સપ્લાય કર્યું હતું. અહીં પાણી ઉમેરી મીથાઇલ કેમિકલ દેશી દારૂ તરીકે લોકોને આપવામાં આવતો હતો. અહીં જણાવી દઇએ કે, 600 લિટરમાંથી 500 લિટર ઓરિજિનલ મીથાઇલ આલ્કોહોલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. 100 લિટર મીથાઇલ કેમિકલ લોકોએ પી લીધો હોવાનો સામે આવી રહ્યું છે. 
આ મામલે રાજુ નામના શખ્સની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ડભોઇનો પિન્ટુ નામનો વ્યક્તિ અને ચોકડી ગામનો પિન્ટુ નામનો વ્યક્તિ તથા સોજીત ગામની વ્યક્તિની પણ ધરપકડ કરી લીધી છે. અહીં પ્રોહીબિશન અને 302ની કલમ હેઠળ ગુનો દાખલ થશે. આ પીધા બાદ લોકોની હાલત ગંભીર છે. વળી એવી માહિતી પણ સામે આવી રહી છે કે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. અસરગ્રસ્તોની અમદાવાદ, ભાવનગર, બોટાદ, ધંધુકાની હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે.  
દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે રાજ્યમાં ઝેરી દારૂની દુર્ઘટનાને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં દારૂનું વેચાણ કરનારાઓને રાજકીય સમર્થન છે. રાજ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે. કેજરીવાલે કહ્યું કે, “દુર્ભાગ્યની વાત છે કે ગુજરાતમાં દારૂબંધી પછી પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ વેચાય છે. કોણ છે આ દારૂ વેચનારા લોકો? તેઓ રાજકીય આશ્રય ભોગવે છે. પૈસા (જે દારૂના વેચાણમાંથી આવે છે) ક્યાં જાય છે. તેની તપાસની જરૂર છે." 
Advertisement

વળી આજે તેમણે રાજ્યમાં કથિત લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, અત્યંત દુઃખની વાત છે કે ગુજરાતમાં ઝેરી દારૂના કારણે 23 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો હોસ્પિટલમાં છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.
Advertisement
Tags :
Advertisement

.