Gujarat Government દ્વારા બનાવાયેલ UCC ને હાઈકોર્ટમાં પડકરાવામાં આવી, નવી કમિટી રચવા માગ
- રાજ્ય સરકારે રચેલ UCC ને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી
- અરજદારે સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી હોવાનો લગાડ્યો આરોપ
- હવે અરજદારે નવેસરથી કમિટીની રચના કરવાની દાદ પણ માંગી
Ahmedabad : ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code-UCC) માટે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીની રચનાને આજે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે, ગુજરાત સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી છે. આ ઉપરાંત અરજદારે આ કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને ન સામેલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ
Gujarat Government એ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) માટે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીની રચનાને આજે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે ગુજરાત હાઈકોર્ટેને કરેલ અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ગુજરાત સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી છે. અરજદારનો બીજો આરોપ છે કે કમિટીમાં નિર્ધારિત કરવામાં આવેલા વ્યક્તિઓ કાયદાકીય નિષ્ણાંત નથી. આ ઉપરાંત અરજદારે આ કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને ન સામેલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ Jitu Tharad : પાલડી ગૉલ્ડ કેસમાં બુકી જીતુ થરાદની ઑફિસમાં DRI એ કેમ સર્ચ કર્યું ?
નવેસરથી કમિટીની રચવાની માગ
ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ UCC માટે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીની રચનાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એક અરજદારે Gujarat High Court માં કમિટીના સદસ્યોને લઈ ફરિયાદ કરી છે. અરજદાર અનુસાર કમિટીમાં નિર્ધારિત કરવામાં આવેલા વ્યક્તિઓ કાયદાકીય નિષ્ણાંત નથી. આ ઉપરાંત અરજદારે આ કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને ન સામેલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે. હવે અરજદારે નવેસરથી કમિટીની રચના કરવાની દાદ પણ માંગી છે. નવી કમિટીમાં તમામ સમુદાયના નિષ્ણાતોને સ્થાન આપવાની માગણી અરજદારે કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચોઃ એક એવી ગાય જેનું દૂધ વેચાય છે 1 હજાર રૂપિયે લિટર