Gujarat : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ
- ઝોન કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા
- સ્ટ્રોંગ રૂમ પરથી પરીક્ષાલક્ષી સામગ્રી મોકલાવવામાં આવી
- રૂટ પ્રમાણે વાહનોમાં એક પોલીસકર્મી સાથે 2 પ્રતિનિધિ હાજર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ છે. ઝોન કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા છે. તથા સ્ટ્રોંગ રૂમ પરથી પરીક્ષાલક્ષી સામગ્રી મોકલાવવામાં આવી રહી છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ | Gujarat First
સૌરાષ્ટ્રમાં 3 લાખ 51. હજાર 128 વિધાર્થીઓ આપશે પરીક્ષા
રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન
2 હજાર 753 બ્લોકમાં 76 હજાર 312 વિધાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે… pic.twitter.com/Gp2qdxVUGl— Gujarat First (@GujaratFirst) February 27, 2025
વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્ર ઉત્તરવહી મોકલાઈ રહી છે. તથા રૂટ પ્રમાણે વાહનોમાં એક પોલીસકર્મી સાથે 2 પ્રતિનિધિ હાજર છે.
ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ..!
આવો, બોર્ડની પરીક્ષા સમયે ધ્યાનમાં રાખવાની અગત્યની માહિતી મેળવીએ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપીને જ્વલંત સફળતા મેળવીએ. pic.twitter.com/OlkaL6IHor
— Dr. Kuber Dindor (@kuberdindor) February 27, 2025
ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
આજે ગુરૂવારથી ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે. શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું કે 'આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.'
સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાં
સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10 અને 12ના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ 1-2ના 55 અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. 10માં 54616 વિદ્યાર્થીઓ છે અને 7 ઝોનમાં 33 કેન્દ્રોમાં 185 બિલ્ડીંગોના 1842 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.12 સા.પ્ર.માં 29726 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં 26 કેન્દ્રોમાં 100 બિલ્ડીંગોમાં 937 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 7853 વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં 10 કેન્દ્રોમાં 37 બિલ્ડીંગોના 403 બ્લોકમાં પરીક્ષા લેવાશે.