Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ATS એ કચ્છમાંથી દેશના ગદ્દારની કરી ધરપકડ

ગુજરાત ATSએ પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર યુવકની કચ્છથી ધરપકડ કરાઈ છે. આરોપીને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના...
ગુજરાત ats એ કચ્છમાંથી દેશના ગદ્દારની કરી ધરપકડ

ગુજરાત ATSએ પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર યુવકની કચ્છથી ધરપકડ કરાઈ છે. આરોપીને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

Advertisement

દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલીને દેશની સુરક્ષાને નુકસાન પહોંચાડવા મામલે ગુજરાત ATSએ કાર્યવાહી કરી કચ્છમાંથી બીએસએફમાં નોકરી કરતા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે તે યુવતીને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પહોંચાડી હતી અને જેના બદલામાં તેને ટુકડે ટુકડે પૈસા પણ મોકલવામાં આવ્યા હતા.

ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કામ કરતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી ગુપ્ત માહિતીઓ મેળવીને દેશની સુરક્ષાને જોખમમાં મુકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે ભુજ ખાતેના બીએસએફ હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરતો નિલેશ વાલજીભાઈ બળીયા બીએસએફની માહિતીઓ જે દેશની સુરક્ષા અને સલામતી માટે અગત્યની હોય તે માહિતી વ્હોટ્સએપના માધ્યમથી પાકિસ્તાનના એજન્ટને મોકલે છે, જે બાતમીના આધારે પોલીસે આ સમગ્ર મામલે યુવકની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

Advertisement

ગુજરાત ATSના SP સુનિલ જોશીએ જણાવ્યુ હતું કે 'એટીએસને મળેલી માહિતીના આધારે કચ્છમાંથી યુવકની ધરપકડ કરી તેનો મોબાઇલ એફએસએલમાં મોકલી પ્રાથમિક તપાસ કરતા તેના પાકિસ્તાનની એજન્ટ સાથેના સંપર્કો મળી આવ્યા છે. તેણે અત્યાર સુધીમાં કયા પ્રકારની માહિતીઓ પાકિસ્તાની એજન્ટને મોકલી છે. તેને 28,800 રૂપિયા મળ્યા છે. તે કઈ કઈ જગ્યાએથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યા છે? આરોપીને મળેલા પૈસા દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ મોકલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા આ કેસમાં પાકિસ્તાની એજન્ટ સાથે ભારતના કોઈ લોકો સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.'

નિલેશ બળીયા છેલ્લા પાંચ વર્ષથી બીએસએફ બટાલિયન 59 માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પટાવાળા તરીકે ફરજ બજાવતો હોય અને છ મહિનાથી યુવતીના સંપર્કમાં હોવાની માહિતી સામે આવી છે. દેશની આંતરિક સુરક્ષા અને સલામતીને લગતો ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી આરોપીની પૂછપરછ માટે રાજ્ય તેમજ કેન્દ્રની વિવિધ ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad ની આ સોસાયટીએ પર્યાવરણની જાળવણી માટે લીધો અનોખો નિર્ધાર, જાણો

આ પણ વાંચો - ટોરેન્ટ પાવરમાં કામ કરતા યુવકે સાસરીયાના ત્રાસથી કર્યો આપઘાત, સરખેજ પોલીસે 9 લોકોની કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.