Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેટેલાઈટના વેપારી સહિત અનેક લોકો સાથે ગેંગએ આચરી છેતરપિંડી, ઊંચુ વળતર મળશે તેવું કહી પૈસા પડાવ્યા

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ફરિયાદીને પોતાની કંપનીમાં રોકાણ કરવાથી રોજનું એક થી બે ટકા ઉચું વળતર મળશે તેવી લોભામણી લાલચ અપાઇ હતી. લોભામણી લાલચ આપીને ફરિયાદી તેમજ અન્ય લોકો પાસેથી રોકાણના નામે પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઈમની ટામે પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતેથી ઝડપી પાડયા છે. આરોપીઓ લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરે તો  200 દિવસ સુધી રોજનું એક થી બે ટકા જેટલું ઊંચું à
સેટેલાઈટના વેપારી સહિત અનેક લોકો સાથે ગેંગએ આચરી છેતરપિંડી  ઊંચુ વળતર મળશે તેવું કહી પૈસા પડાવ્યા
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ફરિયાદીને પોતાની કંપનીમાં રોકાણ કરવાથી રોજનું એક થી બે ટકા ઉચું વળતર મળશે તેવી લોભામણી લાલચ અપાઇ હતી. લોભામણી લાલચ આપીને ફરિયાદી તેમજ અન્ય લોકો પાસેથી રોકાણના નામે પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઈમની ટામે પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતેથી ઝડપી પાડયા છે. આરોપીઓ લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરે તો  200 દિવસ સુધી રોજનું એક થી બે ટકા જેટલું ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. 
ઊંચી રકમ પરત મળી હોય તેવા વીડિયો મોકલીને લોકોનો વિશ્વાસ કેળવતા  
તેમ જ રોકાણ કરેલ રકમ ચાર ગણી થઈ જશે તેવી લાલચ આપતા હતા. તેમજ અગાઉ જે લોકોએ કંપનીમાં રોકાણ કર્યું છે અને તેઓને સારી એવી રકમ પરત મળી હોય તેવા વીડિયો અને અન્ય ડોક્યુમેન્ટ મોકલીને લોકોનો વિશ્વાસ કેળવવતા હતાં.  ફરિયાદી પાસેથી  રોકાણના નામે રૂપિયા 24,999 નું રોકાણ કરાવ્યું હતું. તેમજ  ફરિયાદી મારફતે અન્ય વ્યક્તિઓ પાસેથી અલગ-અલગ રકમ મળીને આશરે આઠ લાખ જેટલી રકમ મેળવી કોઈપણ જાતનું વળતર કે પૈસા પરત ન આપતા આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં સાયબર ક્રાઇમે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
'બંધન'  ટ્રેડ નામની બોગસ કંપની મારફતે આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા
આ ગુનામાં સાયબર ક્રાઇમ દ્વારા  બોગસ કંપનીના  એમડી મોકમેલ હુસેન હુસેન, તિલક પાંડે તેમજ શિવ શંકર રાણાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 8 મોબાઇલ ફોન તેમજ એક લેપટોપ પણ કબજે કરાયુ  છે. તમામ આરોપીઓની પૂછપરછ કરતા તેઓ બંધન ટ્રેડ નામની બોગસ કંપની ખોલી આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોવાની કબૂલાત કરી છે..જેથી સાયબર ક્રાઈમની ટીમે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ આરોપીઓએ અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા છે તે અંગે તપાસ હાથ ઘરી છે. 
Advertisement
Tags :
Advertisement

.