Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોતામાં પોલીસ કર્મીએ 2 વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

અમદાવાદના ગોતા વિસ્તારમાં પોલીસ કર્મીએ 12મા માળેથી પરિવાર સાથે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોતા વિસ્તારમાં દિવા હાઇટ્સમાં રહેતા પોલીસ કર્મી કુલદિપસિંહ યાદવે પોતાની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી પડતું મુક્યું હતું. કુલદિપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.  ગોતામાં પોલીસ કર્મીએ પરિવાર સાથે આત્મહત્યા કરી લેતા પોલીસબà«
07:15 AM Sep 07, 2022 IST | Vipul Pandya
અમદાવાદના ગોતા વિસ્તારમાં પોલીસ કર્મીએ 12મા માળેથી પરિવાર સાથે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોતા વિસ્તારમાં દિવા હાઇટ્સમાં રહેતા પોલીસ કર્મી કુલદિપસિંહ યાદવે પોતાની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી પડતું મુક્યું હતું. કુલદિપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.  
ગોતામાં પોલીસ કર્મીએ પરિવાર સાથે આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. કુલદિપસિંહ યાદવે તેની 2 વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ મામલે તપાસમાં બહાર આવ્યું હતું કે કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 2016થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. પ્રાથમિક તપાસમાં તેમને પત્ની સાથે અવાર નવાર ઝઘડા પણ થતા હોવાનું બહાર આવ્યું છે. 
પોલીસે મામલાની ઉંડી તપાસ કરતાં આત્મહત્યા કરનાર કુલદીપસિંહનો છેલ્લો મેસેજ સમે આવ્યો હતો. તેમણે પોતાના સહકર્મી, માતાપિતા અને પરિવારને મેસેજ  લખ્યો હોવાનું બહાર આવ્યું હતું. સુત્રોએ કહ્યું કે આ મેસેજમાં તેમણે  સિહોર વાળા મિત્રોની માફી માંગી પોતાને સાચવવામાં કાચા પડ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. 
કુલદીપ સિંહના બહેન અને બનેવીની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી પરંતુ તે તકરાર કઇ બાબતે છે તે જાણવા મળ્યું નથી. જોકે પરિવારનું કહેવુ છે કે પોલીસ કર્મીના સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું જેથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે પોલીસ કર્મીના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ કે અન્ય પરેશાની હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. કુલદીપ સિંહ એ ગઈકાલે આપઘાત કરતા પહેલા પરિવારજનો અને પોલીસ મિત્રોને મેસેજ પણ કર્યા હતા જેમાં વસ્ત્રાપુર પીઆઇ ખાંભલાથી માંડી સાથી કર્મીઓ સાથે થયેલી હસી મજાક મેસેજમાં પોસ્ટ કરી હતી 
તેમણે પોતાની દીકરી સાથે ખૂબ રમ્યો એટલે સાથે લઈ જવાનો કર્યો ઉલ્લેખ કર્યો છે.  મેસેજમાં પત્ની રિદ્ધિને એકલા મૂકીને ન જવાય એટલે એને પણ જોડે લઈ જવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત માતા અને પિતાને સાચવવા તથા ભાઈને નવી ગાડી લઈને મજા કરવાની આપી સલાહ મેસેજમાં આપી છે. તેમણે વસ્ત્રાપુર PI ને ક્રિકેટ રમવા બાબતની પણ વાત કરી છે તથા  બહેનને રાખડી બાંધવાની પણ મેસેજમાં વાત કરી છે. આ ઉપરાંત પોતાને સહન શક્તિ ન હોવાનો પણ ઉલ્લેખ કરેલો છે. પોલીસ કર્મીએ પોલીસ જવાનોને ગ્રેડ પે મળે તેવી ઈચ્છા દર્શાવી છે. જો કે એના કારણે આપઘાત કર્યો હોય તેવું કઈ લખ્યું નથી અને IPS બહુ પૈસા ખાય છે એ જ પગાર વધારવા નથી દેતા તેમ પણ તેમણે લખ્યું છે
સ્થાનિક લોકો અને પોલીસ સ્ટાફનું કહેવું છે કે વર્ષ 2016 થી ખાતામાં નોકરી કરતા કુલદીપ સિંહ સ્વભાવે શાંત અને કામગરા હતા છતાંય આ પગલુ ભરતા સહુ કોઈ દુઃખમાં છે.કુલદીપ સિંહ સ્પોર્ટ્સમાં પણ અવ્વલ હતા અને ગઈકાલે આપઘાત કરતા અનેક પોલીસકર્મી મિત્રો ને મેસેજ પણ કર્યા હતા. જે મેસેજ અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી પોલીસ કર્મીઓના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ખંત પૂર્વક નોકરી કરનાર પોલીસ કર્મી ના આપઘાત થી સહુ કોઈ દુઃખમાં ઘરકાવ છે ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. સમગ્ર મામલાની પોલીસ દ્વારા ઉંડી તપાસ કરાઇ રહી છે. 
Tags :
AhmedabadGujaratFirstPolicemansuicide
Next Article