Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો તમે રસ્તે ચાલતા જતા હોવ અને જો કોઈ તમને કશે જવાનું સરનામું પૂછે તો ચેતી જજો !

શહેરના પૂર્વ વિસ્તારમાં એક એવી ટોળકી ફરી રહી છે ,જે પોતાને માતાજીનો ભૂવો કહે છે અને રસ્તે જતી મહિલાઓને કોઈના કોઈ માતાજીના મંદિરનું સરનામું પૂછી મહિલા સાથે ઠગાઈ કરે છે .હાલમાં જ શહેરના પૂર્વ વિસ્તાર માંથી ાવી ઘટના સામે આવી હતી. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૈજપુર બોઘા વિસ્તારમાં એક મહિલા સવારે પોતાના નિત્યક્રમ મુજબ દૂધ લેવા નીકળી હતી. સમયે આ ટોળકીના બે અજાણ્યા બાઈà
જો તમે રસ્તે ચાલતા જતા હોવ અને જો કોઈ તમને કશે જવાનું સરનામું પૂછે તો ચેતી જજો
શહેરના પૂર્વ વિસ્તારમાં એક એવી ટોળકી ફરી રહી છે ,જે પોતાને માતાજીનો ભૂવો કહે છે અને રસ્તે જતી મહિલાઓને કોઈના કોઈ માતાજીના મંદિરનું સરનામું પૂછી મહિલા સાથે ઠગાઈ કરે છે .હાલમાં જ શહેરના પૂર્વ વિસ્તાર માંથી ાવી ઘટના સામે આવી હતી. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૈજપુર બોઘા વિસ્તારમાં એક મહિલા સવારે પોતાના નિત્યક્રમ મુજબ દૂધ લેવા નીકળી હતી. સમયે આ ટોળકીના બે અજાણ્યા બાઈક સવારો આવેયાં હતાં અને પૂછયું કે મહાકાલી માતાજીનું મંદિર જે ભદ્રકાળી માતાજીના મંદિર તરીકે ઓળખાય છે ત્યાં જવું હોય તો કેવી રીતે જવાશે, બસ આ મહિલા ની આટલી જ ભૂલ હતી કે તેણીએ આ બન્નેને માતાજી ના મંદિર જવાનો રસ્તો બતાવ્યો. આ મહિલાએ મંદિરનો રસ્તો બતાવવમાં મદદ કરી. 
હું માતાજીનો ભૂવો છું લો આ સિક્કો અને ફૂલ રાખો કહ્યી સોનાની ચેન કઢાવી 
થોડીવીરમાં બાઈક ઉપર સવાર બંને વ્યક્તિઓ આ મહિલાનો પીછો કર્યો અને બે માંથી એક  વ્યક્તિએ મહિલાનો આભાર માન્યો અને કહ્યું, હું તમને બહેન માનું છે તમારા ઘરમાં બધું સારું થઇ જશે અને હું માતાજીનો ભૂવો છું લો આ સિક્કો અને ફૂલ રાખો. આ બંને વસ્તુ તમારા ઘરમાં કબાટમાં મૂકી દેજો .બસ આટલી ચર્ચા કર્યા બાદ બન્ને ગઠિયાઓએ મહિલાની નજર ચૂકલીને મહિલાનો સોનાનો દોરો સેરવી લીધો.
હનુમાનજીના મંદિર સુધી મારી પાછળ પાછળ  આવવા કહ્યું
સૈજપુર બોઘા વિસ્તાર માંથી આ મહિલા સવારે દૂધ લેવા નીકળી હતી અને બાઈક સવાર ગઠિયાઓએ લાલદરવાજા ભદ્રકાળી માતાજીના મંદિરનો રસ્તો પૂછયો અને બાદમાં મહિલાએ રસ્તો બતાડ્યો અને મહિલા આગળ ચાલવા લાગી હતી ત્યારે આ બન્ને બાઈક સવારોએ મહિલાને બહેન કહીને બોલાવી  ચાાકીથી ફોસલાવીને સોનાની ચેઈન લઇને  મહિલાને વિશ્વાસમાં લઇ કહ્યું કે ,આગળ હનુમાનજીના મંદિર સુધી મારી પાછળ પાછળ  આવવા કહ્યું,પરતું મહિલા પાછળ ગઈ ત્યારે આ બંને બાઈક સવારો ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. મહિલાએ ઘરે જઈને બનાવ અંગે  પોતાના પતિ સાથે વાત કરી. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી. 
Advertisement
Tags :
Advertisement

.