જીસીએસ હોસ્પિટલને ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ દ્વારા ‘ગર્વ’ એવોર્ડ એનાયત
કોઈપણ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફની સલામતી અને સુરક્ષા એ ખુબ મહત્વનું હોય છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને નિઃસ્વાર્થ ભાવે સેવા કરતાં ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની ઉમદા કામગીરીનું સન્માન કરવા તથા જનતા સમક્ષ તેમની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ - ગર્વનું 24મેના રોજ ગાંધીનગરમાં સ્વર્ણિમ પà
09:06 AM May 28, 2022 IST
|
Vipul Pandya
કોઈપણ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફની સલામતી અને સુરક્ષા એ ખુબ મહત્વનું હોય છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને નિઃસ્વાર્થ ભાવે સેવા કરતાં ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની ઉમદા કામગીરીનું સન્માન કરવા તથા જનતા સમક્ષ તેમની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ - ગર્વનું 24મેના રોજ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ કામગીરી નિભાવતા ફાયર અને સેફટી સુપરહીરોની ઓળખ કરીને તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે આ ગર્વ’ એવોર્ડનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી હોસ્પિટલ ક્ષેત્રે, જીસીએસ હોસ્પિટલને તેની ફાયર સેફટી અને સલામતી વ્યવસ્થા માટે ‘ગર્વ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
જીસીએસ હોસ્પિટલ વતી રવિન્દ્ર કુમાર (સિનિયર મેનેજર - ફેસિલિટી) અને અમિત ચૌહાણ (ફાયર સેફટી ઓફીસર)એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. વિવિધ મંત્રીઓ, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ જગતના અગ્રણીઓ, મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Next Article