વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી, ગેરરીતિ કેસમાં SITની રચના
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીના ચેરમેન પદે રહી 800 કરોડનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આરોપ છે. તેમના આ ગેરરીતિ કેસમાં SITની રચના ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસ માટે DIG મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 1
05:13 PM Sep 15, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીના ચેરમેન પદે રહી 800 કરોડનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આરોપ છે. તેમના આ ગેરરીતિ કેસમાં SITની રચના ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસ માટે DIG મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 1 DySP અને ત્રણ PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં DYSP આશુતોષ પરમાર, હાર્દિકચાવડા, જે.એમ.ગઢવી અને તોરલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. જેમાં વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.
Next Article