Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રાઈમબ્રાંચનાં પોલીસકર્મી તરીકેની ઓળખ આપી અપહરણ અને લૂંટ કરનારા 5 ઝડપાયા

અમદાવાદ શહેરમા ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસના નામે તોડ કરતા હોવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે .  ત્યારે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનુ અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે.નરોડા પોલીસે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદના નરોડા પોલીસે પકડેલા 5 આરોપીએ ક્રાઇમ બ્રાંચના પોલીસકર્મી તરીકે પોતાની ઓળખ આપી ભાજીપાવનો વેપાર કરતા વે
ક્રાઈમબ્રાંચનાં પોલીસકર્મી તરીકેની ઓળખ આપી અપહરણ અને લૂંટ કરનારા 5 ઝડપાયા
અમદાવાદ શહેરમા ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસના નામે તોડ કરતા હોવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે .  ત્યારે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનુ અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે.નરોડા પોલીસે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરોડા પોલીસે પકડેલા 5 આરોપીએ ક્રાઇમ બ્રાંચના પોલીસકર્મી તરીકે પોતાની ઓળખ આપી ભાજીપાવનો વેપાર કરતા વેપારીનુ અપહરણ કરી તોડ કર્યો છે.આરોપી રાજન પટેલ, પ્રદિપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જોધા અને અમિત પટેલ છે.આરોપી એ મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા ઈન્દ્રલાલ જાટ નામના વેપારીનું 7 તારીખના રોજ રાત્રે બારેક વાગ્યાની આસપાસ અપહરણ કર્યુ હતુ. વેપાર માટે નાના બાળકો રાખો છો તેમ કહી  અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ પોલીસ કેસ ન કરવા માટે 3 લાખની માંગ કરી રૂપિયા 20 હજાર પડાવી લીધા હતા. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
7મી મે ના રોજ વેપારી તેમની લારી પર વેપાર ધંધો કરતા હતા.ત્યારે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં પાંચ માણસો લારી ઉપર આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે આ લારીનો માલિક કોણ છે.  તમે કેમ નાના છોકરાને કામ માટે રાખો છો. તેમ કહી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાચના નામે આપી કેસ કરવાની ધમકી આપી. નરોડા પોલીસ મથકે લઈ જવાના બહાને અપહરણ કર્યું અને પોલીસ કેસ ન કરવા માટે ત્રણ લાખની માંગ કરી.જોકે વેપારી પાસે રૂપિયા ન હોવાથી એટીએમ મારફતે 20000 પડાવી લીધા હતા. જેની તપાસ કરતા આ કેસમાં મુખ્ય આરોપી રાજન પટેલ સાયબર ક્રાઇમમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાની હકીકત સામે આવી. જેની પણ પોલીસે ધરપકડ કરી છે..
નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી પરંતુ આરોપી ટોળકીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ, અને અન્ય કોઈ વેપારી પાસે પોલીસના નામે રૂપિયા પડ્યા છે. કે કેમ તેની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું રહ્યું...
Advertisement
Tags :
Advertisement

.