ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગનો બનાવ, દર્દીઓને બેડ સહિત નીચે ઉતાર્યા, સ્ટાફમાં દોડધામ

અમદાવાદની એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં સોમવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં  ત્રીજા માળે આવેલા આઇસીયુ પાસે કેબલના ડક્ટમાં અચાનક આગ લાગતાં ભારે ધુમાડો છવાયો હતો જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લેઇ લીધી હતી. જો કે તપાસમાં હોસ્પિટલમાં આગ નહિ પરંતુ ધુમાડો ઉઠ્યો હોવાનું બહાર આવ્યું હતà«
01:51 PM May 02, 2022 IST | Vipul Pandya

અમદાવાદની એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં સોમવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં  ત્રીજા માળે આવેલા આઇસીયુ પાસે કેબલના ડક્ટમાં અચાનક આગ લાગતાં ભારે ધુમાડો છવાયો હતો જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લેઇ લીધી હતી. 

જો કે તપાસમાં હોસ્પિટલમાં આગ નહિ પરંતુ ધુમાડો ઉઠ્યો હોવાનું બહાર આવ્યું હતું.  તપાસમાં જણાયુ હતું કે  કેબલ પસાર થાય એ ડક્ટમાં આગ લાગી હતી. અત્યંત ગરમીના કારણે ઓવરહીટિંગથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ વ્યકત કરાયુ હતું જેથી ત્રીજા અને ચોથા માળે ધુમાડો છવાઇ ગયો હતો. ધુમાડો નિકળતાં ફાયર એલાર્મ સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ હતી અને સાયરન વાગતાં સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. ધુમાડો બહાર કાઢવા માટે ડક્ટના 5 દરવાજા તોડવા પડયા હતા પણ આગની એક પણ જ્વાળા ઉઠી ન હતી, તેમ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડીયાએ જણાવ્યું હતું. ઘટનાના પગલે 50 જેટલા દર્દીઓને વિવિધ વોર્ડમાંથી સુરક્ષિત બહાર કઢાયા હતા અને કોઇ જાનહાનિ થઇ ન હતી. 
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં સોમવારે બપોર બાદ ત્રીજા માળે ડક્ટના વાયરમાં અચાનક આગ ફાટી નિકળી હતી, જેથી ભારે ધુમાડો છવાતા સ્ટાફ અને દર્દીઓ તથા તેમના સ્વજનોમાં દોડધામ સાથે ભય ફેલાઇ ગયો હતો. જો કે આઇસીયુમાં રહેલા તમામ દર્દીઓને સમયસર બહાર કાઢી લેવાયા હતા. ઘટનાની જાણ થતાં લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ બુઝાવાની કામગિરી શરુ કરી દીધી હતી. ઘટનાના પગલે હોસ્પિટલ સંકુલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. 
SVP હોસ્પિટલ 1500 બેડની હોસ્પિટલ છે અને તેમાં 139 આઇસીયુ આવેલા છે. સોમવારે સાંજે ત્રીજા માળે લાગેલી આગ શોક સર્કિટથી લાગી છે કે અન્ય કોઇ કારણ છે તે જાણવા મળી શક્યું નથી. 
Tags :
AhmedabadfireGujaratFirstHospitalsSVP
Next Article