ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફિલ્મી દ્રશ્યો ક્રાઈમ બ્રાંચમાં સર્જાયા, પોલીસ અને વકીલ આમને સામને આવી ગયા

ઘણાં વર્ષો અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં સી.બી.આઈ ના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા એક ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવા જયારે CBIના અધિકારીઓ આવ્યા હતા ત્યારે પરંતુ આજે ઘણાં વર્ષો બાદ ક્રાઈમ બ્રાંચમાં પણ આજે આવું જ કઈક બન્યું છે માત્ર આજે ફરક એટલો જ છે કે આજે ક્રાઈમ બ્રાંચની PRO ઓફીસના ગેઇટ પાસે હાઈકોર્ટના વકીલ અને ક્રાઈમ બ્રાંચના એક સીનીયર પોલીસ ઇન્સ્પેકટર àª
02:19 AM Mar 02, 2022 IST | Vipul Pandya

ઘણાં વર્ષો અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં સી.બી.આઈ ના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા એક ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવા જયારે CBIના અધિકારીઓ આવ્યા હતા ત્યારે પરંતુ આજે ઘણાં વર્ષો બાદ ક્રાઈમ બ્રાંચમાં પણ આજે આવું જ કઈક બન્યું છે માત્ર આજે ફરક એટલો જ છે કે આજે ક્રાઈમ બ્રાંચની PRO ઓફીસના ગેઇટ પાસે હાઈકોર્ટના વકીલ અને ક્રાઈમ બ્રાંચના એક સીનીયર પોલીસ ઇન્સ્પેકટર વચ્ચે ઝાપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.કરોડો રૂપિયાની ઉચાપતના એક કેસની અરજી ડીટેકશન ઓફ ક્રાઈમ બ્રાંચ ખાતે કરવામાં આવી હતી જે અરજીની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી રહ્યું હતું આ કેસની તપાસના અર્થે અરજીમાં જે વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિના નિવેદન માટે વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે આજે સાંજે બોલાવવામાં આવ્યો હતો પરંતું જેના વિરુદ્ધ અરજી હતી તે આક્ષેપિત આરોપી જયારે ક્રાઈમ બ્રાંચ ખાતે પોતાનું નિવેદન નોંધાવવા માટે આવ્યો ત્યારે પોતાના વકીલને પણ સાથે લઈને આવ્યો હતો અને હાઈકોર્ટમાં પ્રેકિટસ કરતા વકીલ કિશન ચકવાવાલા જ્યારે પોતાના અસીલ સાથે ક્રાઈમ બ્રાંચમાં જવાની વાત કરી હતી ત્યારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા મનાઈ કરી હતી અને બસ પછી શરુ થઇ ગયું ક્રાઈમ બ્રાંચમાં ધીગાણું.

શું હતો મામલો:-
પોતાના અસીલના નિવેદન નોંધવવાની પ્રક્રિયામાં વકીલે જોડે રહેવાની જીદ પકડી રાખતા રકઝક સર્જાઈ હતી અને આ રકઝકમાં ક્રાઈમ બ્રાંચના એક પી.આઈ દ્વારા વકીલને માર માર્યો હોવાનો આક્ષેપ વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આ બાબતને લઈને કોઈ સત્તાવાર નિવેદન ક્રાઈમ બ્રાંચ દ્વારા આપવામાં આવ્યું નથી અને બીજી તરફ જે વકીલ દ્વારા ક્રાઈમ બ્રાંચના અધિકારી પર આક્ષેપ લગાડવામાં આવ્યો હતો ટે વકીલ દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ એક હિન્દી ભાષામાં એક કહેવત છે ને કે "આગ હે તો ધુવા હે ઓર ધુવા હે તો આગ હે" એટલે એ બાબત તો ચોક્કસ છે કે આજે સમી સાંજે ક્રાઈમ બ્રાંચમાં એવું તો કઈક ધીગાણું સર્જાયું હતું જેના લીધે હાઈકોર્ટના ઘણાંખરા સીનીયર વકીલો ક્રાઈમ બ્રાંચ ખાતે દોડી આવ્યા હતા

ક્રાઈમ બ્રાંચના હાઈવોલટેજ ડ્રામામાં કોણ કોણ હાજર રહ્યું :-
આજે અમદાવાદ ક્રાઈમ બ્રંચામાં સર્જાયેલા હાઈવોલટેજ ડ્રામામાં હાઈકોર્ટ વકીલ અને ક્રાઈમ બ્રાંચના એક પોલીસ ઇન્સ્પેકટર વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી જેમાં વકીલનો આક્ષેપ હતો કે ક્રાઈમ બ્રાંચ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે પરંતુ આ બાબતને લઈને કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. બીજી તરફ એવી પણ વાતો ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં ઉભેલા વકીલો કરી રહ્યા હતા કે ક્રાઈમ બ્રાંચના અધિકારી દ્વારા વકીલને લાફા પણ મારવામાં આવ્યા હતા અને વકીલ અને ક્રાઈમ બ્રાંચના કર્મીઓ આમને સામને પણ આવી ગયા હતા. આ આખાય મામલે હાઈકોર્ટ એડવોકેટ એઓસીએશનના પ્રેસીડન્ટ  અને એક સમયે ગુજરાત હાઈકોર્ટની કામગીરીને પેટ ભરીને ગાળો ભાંડનાર સીનીયર એડવોકેટ પણ હાજર રહ્યા હતા. આ સિનયર એડવોકેટોની દ્વારા કિશન ચકવાવાલા અને પોલીસ અધિકારીઓ વાચ્ચે સમાધાન કરવવા માટેના પ્રયાસો કરવવામાં આવ્યા હતા....

બંધ રૂમની એસી ચેમ્બરમાં ક્રાઈમ બ્રાંચ અને એડવોકેટ વચ્ચે શું ચર્ચા થઇ:-
સીનીયર એડવોકેટ અને પીડિત એડવોકેટ અને ક્રાઈમ બ્રાંચના સીનીયર અધિકારીઓ વચ્ચે અંદાજીત અડધો થી પોણો કલાકની આ ગુપ્ત મંત્રણા અને મીટીંગ ચાલી હતી પરંતુ આ મીટીંગ બાદ પણ એડવોકેટ કિશન ચકવાવાલા દ્વારા સમધાન કરવામાં આવ્યું નોહ્તું અને એવી માંગણી કરવામાં આવી હતી કે જો સમાધાન કરવું હોય તો રાજપથ ક્લબ પાછળ આવેલા પોતના નિવાસ સ્થાને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આવે ત્યારબાદ કઈક વિચારવામાં આવી શકે છે પરંતુ આ બધી બાબતો ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં બંધ એસી ચેમ્બરમાં થયેલી ચર્ચાઓ થઇ હતી.

Tags :
AhemdabadCrimeBranchGujaratFirst
Next Article