Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોમતીપુરની પરિણીતા પર પૂર્વ પ્રેમીનું ધમકી આપી અવારનવાર દુષ્કર્મ, ફરિયાદ બાદ ધરપકડ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરમાં રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમી સામે દુષ્કર્મ અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ગોમતીપુર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી પ્રમાણે આ કેસમાં ગોમતીપુર પોલીસે હસમુખ સોલંકી નામનાં યુવકની ધરપકડ કરી છે. કાગડાપીઠ પાસે આવેલા ઔડાના મકાનમાં રહેતા આ યà«
02:10 PM Jun 13, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં ફરી એક વખત પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરમાં રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમી સામે દુષ્કર્મ અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ગોમતીપુર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે આ કેસમાં ગોમતીપુર પોલીસે હસમુખ સોલંકી નામનાં યુવકની ધરપકડ કરી છે. કાગડાપીઠ પાસે આવેલા ઔડાના મકાનમાં રહેતા આ યુવકની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આજથી દસ વર્ષ પહેલા આ યુવક અને તેના વિરુદ્ધ ફરિયાદ કરનાર પરિણીતા એક જ સોસાયટીમાં રહેતા હતા. જ્યારે બંને સંપર્કમાં આવ્યા હતા.બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. ત્યારબાદ આરોપીએ પરિણીતા સાથે અનેક વખત શારિરીક સંબંધ પણ બાંધ્યો હતો.
જો કે આ પ્રેમ સંબંધની જાણ પરિણીતાના સાસુ તથા પતિને થતા તેણે આરોપી સાથેના સંબંધ તોડી નાંખ્યા હતા. આમ છતા આરોપી પરિણીતાના ઘરમાં ઘૂસી આરોપીએ અવાર નવાર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાએ સંબંધ તોડી નાંખવા છતા આરોપીએ તેનો પીછો નહોતો છોડ્યો. તેણે પરિણીતાને ધમકી આપી હતી કે જો તે સંબંધ નહીં રાખે તો તેના દીકરાને સ્કૂલમાંથી ઉઠાવી જશે. આ સિવાય તેના પતિનું એક્સિડેન્ટ કરાવીને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 
આવી ધાક ધમકીઓ આપીને આરોપી પરિણીતાને ગેસ્ટ હાઉસમાં લઇ જતો અને ત્યાં પણ તેના પર દુષ્કર્મ આચરતો હતો. આરોપીની હરકતોથી કંટાળીને અંતે પરિણીતાએ પતિને જાણ કરી હતી. ત્યારબાદ હવે આ અંગે ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેથી પોલીસે આરોપીનવી ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતાં તે છૂટક મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી પરિણીતાને કઈ કઈ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, તે અંગે તપાસ શરુ કરી છે.
Tags :
AhmedabadEx-boyfriendGomtipurGujaratFirstRapethreatensandrapedઅમદાવાદગોમતીપુરદુષ્કર્મ
Next Article