2 બાળકોની માતા સાથે પૂર્વ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ, જાણો શું હતો મામલો
શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિણીત મહિલા સાથે તેના પૂર્વ પ્રેમીએ જ દુષ્કર્મ આચર્યું છે.મહિલાને અગાઉ પ્રેમ સંબંધ હતો છતાં પૂર્વ પ્રેમી અવારનવાર તેના ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરતો હતો.આરોપી મહિલાના બાળકને પણ ઉપાડી લેવાની ધમકી આપતો હતો.આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.ગોમતીપુર વિસ્તારમાં 32 વર્ષીય મહિલા તેના 2 બાળકો તથા પતિ સાથે રહે છે.મહિલ
શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિણીત મહિલા સાથે તેના પૂર્વ પ્રેમીએ જ દુષ્કર્મ આચર્યું છે.મહિલાને અગાઉ પ્રેમ સંબંધ હતો છતાં પૂર્વ પ્રેમી અવારનવાર તેના ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરતો હતો.આરોપી મહિલાના બાળકને પણ ઉપાડી લેવાની ધમકી આપતો હતો.આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર વિસ્તારમાં 32 વર્ષીય મહિલા તેના 2 બાળકો તથા પતિ સાથે રહે છે.મહિલાને અગાઉ એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.મહિલાના પતિને આ અંગે જાણ થઈ હતી જેથી તે સમયે સમાધાન કરી મહિલાને પ્રેમી સાથે સબંધ ના રાખવા જણાવ્યું હતું. મહિલાએ પોતાનો ઘર સંસાર ના બગડે તે માટે તેના પ્રેમી સાથે સબંધ તોડી નાખ્યા હતા.સંબંધ તોડ્યા બાદ પણ મહિલાનો પ્રેમી અવારનવાર તેના ઘેર આવતો હતો અને મહિલાને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો.
આરોપીએ મહિલાના દીકરાને ઉપાડી જવાની ધમકી આપીને પણ મહિલાને હોટલમાં લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહિલાના પતિને જાણ થતાં મહિલા અને તેનો પતિ પોલીસ સ્ટેશન ગયા હતા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Advertisement