Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે કરાયું એકતા ટૂર્નામેન્ટનું આયોજન

રથયાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં 1878થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે. જોકે, તે પહેલા ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં 1 જુલાઈના રોજ રથયાત્રા નીકળવાની છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 2 વર્ષના કારણે જગન્નાથ ભગવાનની રથયાત્રા નà«
રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે કરાયું એકતા ટૂર્નામેન્ટનું આયોજન
રથયાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં 1878થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે. જોકે, તે પહેલા ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં 1 જુલાઈના રોજ રથયાત્રા નીકળવાની છે. 
અમદાવાદ શહેરમાં કોરોનાના 2 વર્ષના કારણે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળી શકી નહોતી. ત્યારે આ વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે તેના રૂટ પર આવતા વિસ્તારોની 16 ટીમ વચ્ચે ક્રિકેટ ટૂર્નામનેટનું આયોજન કરાયું છે. રાજ્યનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હોય છે. 2 વર્ષ બાદ નિકળનારી રથયાત્રામાં કોમી એકતા જળવાઈ રહે તે માટે રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારનો ટીમ વચ્ચે એકતા ટૂર્નામેન્ટ ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે.15 જૂન એ સરસપુર ખાતે બોમ્બે ક્રિકેટ હાઉસિંગ ગ્રાઉન્ડ ખાતે પહેલી મેચ શહેર પોલીસ કમિશનર, મહંત અને મોલાના દ્વારા શરૂ કરવામાં આવી હતી. 15 જૂનથી 19 જૂન સુધી ચાલનાર મેચમાં રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોની અલગ 16 ટીમો ભાગ લેશે.

Advertisement
Tags :
Advertisement

.