ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડ્રગ્સ માફિયાઓની મહારાષ્ટ્રથી ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ, અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં હતો વોન્ટેડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનાં ગુનામાં વોન્ટેડ ડ્ર્ગ્સ માફિયા રેહાન કાજીની ધરપકડ કરી છે.મહત્વનું છે કે, વર્ષ 2019 માં 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં અન્ય 4 આરોપીઓ પાસેથી આ ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.જે 4 આરોપીઓની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ગુનામાં ડ્રગ્સ સપ્લાયર કરનાર મહારાષ્ટ્રનો રેહાન અલીàª
04:34 AM Feb 16, 2022 IST | Vipul Pandya

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનાં ગુનામાં વોન્ટેડ ડ્ર્ગ્સ
માફિયા રેહાન કાજીની ધરપકડ કરી છે.મહત્વનું છે કે, વર્ષ 2019 માં 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. જે આરોપીઓની
પૂછપરછમાં અન્ય
4 આરોપીઓ પાસેથી
આ ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.જે
4 આરોપીઓની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
હતી. આ ગુનામાં ડ્રગ્સ સપ્લાયર કરનાર મહારાષ્ટ્રનો રેહાન અલીમીયા કાજી હોવાનું
તપાસમાં ખુલ્યું હતું,જેની ક્રાઈમ બ્રાન્ચ શોધખોળ કરી રહી હતી.
દરમિયાન આરોપી રેહાન કાજી મહારાષ્ટ્રમાં હોવાની
માહિતી પોલીસને મળી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ડ્રગ્સ માફિયા રેહાન
કાજીની ધરપકડ
કરવામાં આવી છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અનેક ડ્રગ્સ માફિયાના
નામ આવ્યા સામે

ડ્રગ્સ માફિયા રેહાન કાજીને અમદાવાદ લાવી પૂછપરછ કરતા સામે
આવ્યું કે, તેણે ડ્રગ્સનો આ જથ્થો મુંબઈના મોટા ડ્રગ્સ માફિયા પરવેઝ પઠાણ
અને આરીફ ભુજવાલા પાસેથી ખરીદીને સહેજાદ હુસૈન તેજબવાલાને વેચ્યું હતું.આ ગુનામાં
ક્રાઈમબ્રાંચે સૌ પ્રથમ
1 કિલો 469 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે મઝહર હુસેન તેજાબવાલા, ઈમ્તિયાઝ શેખ, ઈમરાન અજમેરી અને સહેજાદ તેજાબવાલાની ધરપકડ
કરાઈ હતી
, જે બાદ અન્ય 4 આરોપીઓમાં અફાક અહેમદ ઉર્ફે અફાક બાવા, મોહમંદ ફરહાનખાન, પરવેઝખાન પઠાણ અને મોહમ્મદ આરીફ ભુજવાલાની
ધરપકડ કર
વામાં આવી હતી.


અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ  રેહાન
ક્રાઈમબ્રાંચે ઝડપેલા ડ્રગ માફિયા રેહાન કાઝી સામે અગાઉ
મહારાષ્ટ્રનાં ડોંગરી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ સહિતનો ગુનો વર્ષ 2011માં નોંધાયો છે જ્યારે, પાયદોની પોલીસ
સ્ટેશનમાં વર્ષ
2019માં ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયો હતો. જેથી હાલ તો
ક્રાઈમબ્રાચે આરોપીની વધુ પુછપરછ કરી આ ગુનામાં સામેલ અન્ય ડ્રગ્સ માફિયાઓને
જેલહવાલે કરવા
વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :
crimebranch-ahemdabaddrugsGujaratFirst
Next Article