દહેજના ત્રાસથી વધુ એક પરિણીતાએ લાવ્યો જીવનનો અંત, પતિ- દિયર અને સાસુ સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસા અને દહેજ લાલચુ સાસરિયાઓ સામે દરરોજ અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જોકે નારોલમાં દહેજના લાલચુ સાસરિયાનાં ત્રાસથી કંટાળીને એક યુવતીએ પોતાનાં જીવનનો અંત લાવી દીધો હોવાની ધટના બની છે. જેમાં આ મામલે નારોલ પોલીસે પરિણીતાનાં પતિ, દિયર અને સાસુ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ
અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસા અને દહેજ લાલચુ સાસરિયાઓ સામે દરરોજ અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જોકે નારોલમાં દહેજના લાલચુ સાસરિયાનાં ત્રાસથી કંટાળીને એક યુવતીએ પોતાનાં જીવનનો અંત લાવી દીધો હોવાની ધટના બની છે. જેમાં આ મામલે નારોલ પોલીસે પરિણીતાનાં પતિ, દિયર અને સાસુ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઇન્દુબેન પાલ નામની યુવતીનાં લગ્ન વર્ષ 2019માં ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ સાથે થયા હતા. ગજેન્દ્ર શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. બંનેના સુખી લગ્ન જીવનમાં દોઢ વર્ષની દીકરી નંદનીનો જન્મ થયો. પરંતુ આ દરમિયાન મૃતક ઇન્દુબેનની બહેનના લગ્ન થયા હતા.જેથી ઇન્દુબેનના પતિ અને સાસરિયા તેમને દહેજની માંગણી કરવા લાગ્યા હતા. અને આક્ષેપ કરતા હતા કે કે તારા પિતાએ બહેનને દહેજમાં જમીન આપી છેઅને તને કંઈ નથી આપ્યું. તેવું કહીને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.આ માનસિક ત્રાસથી કંટાળીને ઇન્દુબેનએ આપઘાત કરીને જિંદગીનો અંત લાવ્યો.
ત્યારે 4 એપ્રિલનાં રોજ ફરિયાદી માયાબેનનાં ફોન પર દિકરીનાં દીકરાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તમારી દિકરી ઈન્દુએ ઘરમાં ઉપરનાં માળનો દરવાજો બંધ કરી દીધો છે અને ખોલતી નથી.જેથી યુવતીનાં પરિવારજનો તરત જ તેનાં ઘરે દોડી ગયા હતા, જ્યાં દરવાજો ખોલતા પરિણીતાએ રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં દેખાતા પરિવારજનોનાં હોશ ઉડી ગયા હતા. દિકરીની અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ માતાએ જમાઈ અને જમાઈનાં ભાઈ તેમજ દિકરીની સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે.મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં પરિણીતાએ જીવનનો અંત આણતા દોઢ વર્ષની બાળકી નિરાધાર બની છે.
Advertisement