Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન માટે મંદિરમાં ભક્તો ઉમટ્યા

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. ભગવાનની રથયાત્રા નિકળે તે પહેલા ગુરુવારે મંદિરમાં ભગવાનને સોનાવેશ ધારણ કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા. આજના દિવસે 14 ગજરાજોની પણ પૂજન વિધી કરાઇ હતી. ભગવાન જગન્નાથજીને ગુરુવારે રથયાત્રાના આગલા દિવસે સોનાના આભુષણોથી શણગારવામાં આવ્યા છે. વર્ષમ
ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન માટે મંદિરમાં ભક્તો ઉમટ્યા
અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. ભગવાનની રથયાત્રા નિકળે તે પહેલા ગુરુવારે મંદિરમાં ભગવાનને સોનાવેશ ધારણ કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા. આજના દિવસે 14 ગજરાજોની પણ પૂજન વિધી કરાઇ હતી. 
ભગવાન જગન્નાથજીને ગુરુવારે રથયાત્રાના આગલા દિવસે સોનાના આભુષણોથી શણગારવામાં આવ્યા છે. વર્ષમાં એક વખત ભગવાનને સોનાના આભુષણો પહેરાવાય છે અને આ ઘડીની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તોનું ઘોડાપૂર સવારથી જ મંદિરમાં જોવા મળ્યું હતું અને ભગવાનના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાની સૌથી આગળ આગેવાનીમાં ગજરાજ રહેતા હોય છે. ત્યારે રથયાત્રા દરમિયાન ગજરાજની ફિટનેસ જળવાય તે પણ જરૂરી છે તે માટે છેલ્લા ત્રણ દિવસથી પ્રાણી સંગ્રહાલય અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તેમનું ફિઝિકલ અને માનસિક રીતે કેટલા ફિટ છે તેને લઈને મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં હજારો ભક્તો જોડાતા હોય છે ત્યારે તેમાં હાથી પણ રથયાત્રાની શાન હોય છે તેથી હાથી પોતાનું માનસિક સંતુલન ન ગુમાવે તે માટે તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવતું હોય છે. આજે 14 હાથીઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતુ. તમામ મેડિકલ ચેકઅપમાં ફિટ સાબિત થયા છે એટલે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં 14 હાથીઓ જેમાં 13 હાથણી અને એક હાથી રથયાત્રાની શોભા બનશે.
અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈ નગરયાત્રાએ નીકળવાના છે. જેને લઈ તડામાર તૈયારીઓ મંદિર  કરવામાં આવી રહી છે. આ 145મી રથયાત્રામાં 14 જેટલા ગજરાજ જોડાશે. આ પૈકી સૌથી નાનો ગજરાજ 10 વર્ષ અને સૌથી મોટી ઉંમરનો હાથી 75 વર્ષનો છે.
આજે તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ માટે મેડિકલ ટીમ જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચી હતી. કાંકરિયા ઝૂના સુપરિટેન્ડેન્ટ આર. કે શાહુએ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન ગજરાજ માનસિક સંતુલન ન ગુમાવે તે માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. હાથીનું ફિઝિકલ ચેક અપ અને મેન્ટલ ચેકઅપ ચેક કરવામાં આવે છે. રથયાત્રા દિવસે પણ કાંકરિયા ઝૂની ટીમ ટ્રેનક્યુલાઇઝર ગન સાથે રથયાત્રામાં સાથે રહેશે. વિભાગીય પશુપાલન નિયામક પી એસ. સુત્તરીયાએ જણાવ્યું કે ત્રણ દિવસથી હાથીઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ દિવસમાં હાથીઓમાં કોઈ એબનોર્મલ ચિહ્નો દેખાયા નથી.   મેડિકલ ચેકઅપમાં  ટેમ્પરેચર રેસ્પીરેશન પલ્સ ચકાસવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન પણ પશુપાલન વિભાગની બે ટીમ  અને કાંકરિયા ઝુની બે ટીમ ડાર્ટ ગાન અને એનેસ્થેશિયા સાથે રહેશે. 
રથયાત્રા પૂર્વના આજના દિવસે રથયાત્રામાં સામેલ થનારા 14 ગજરાજોનું પણ પૂજન કરાયુ હતું અને ભગવાનના ત્રણેય રથને વાજતે ગાજતે મંદિરના પટાંગણમાં લાવવામાં આવ્યા હતા. રથયાત્રાના આગલા દિવસે મંદિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને જેનો લ્હાવો લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉમટી પડ્યા હતા. 
એક શ્રધ્ધાળુ દ્વારા ચોકલેટથી બનાવાયેલો રથ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આજનો આખો દિવસ મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે. 
Advertisement
Tags :
Advertisement

.