Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Big News : અમદાવાદ - ભાવનગર શોર્ટરૂટને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો

અમદાવાદથી ધોલેરા થઈને ભાવનગર સુધીના શોર્ટરૂટ તરીકે ઓળખાતા રૂટના ડેવલપમેન્ટના કારણોસર 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય પાછો ખેંચાયો છે. અમદાવાદ-ભાવનગર શોર્ટ રૂટને ડેવલપમેન્ટના કારણોસર તા. 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય અમદાવાદ...
07:50 PM Apr 14, 2023 IST | Viral Joshi
Ahmedabad Collector Notification

અમદાવાદથી ધોલેરા થઈને ભાવનગર સુધીના શોર્ટરૂટ તરીકે ઓળખાતા રૂટના ડેવલપમેન્ટના કારણોસર 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય પાછો ખેંચાયો છે.

અમદાવાદ-ભાવનગર શોર્ટ રૂટને ડેવલપમેન્ટના કારણોસર તા. 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને કર્યો હતો. જેમાં ભાવનગરથી અમદાવાદ જતા તમામ વાહનો ભાવનગરથી વાયા વલભીપુર-બરવાળા-ધંધુકા-બગોદરા થઈને જઇ શકાશે. ભાવનગરથી વડોદરા જતા તમામ વાહનો ભાવનગરથી વાયા વલભીપુર-બરવાળા-ધંધુકા-ફેદરા-પીપળી-વટામણ ચોકડી થઈને જઇ શકશે. તેવો નિર્ણય થયો હતો.

અમદાવાદ - ભાવનગર શોર્ટરૂટને બંધ કરવાના આ નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો છે. અમદાવાદ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી નિર્ણય રદ કર્યો છે.

Ahmedabad Collector Notification

ફેરવિચારણા કરવામાં આવી તેવી શક્તિસિંહ ગોહિલની માંગ
આ મામલે કોગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, શોર્ટ રૂટના નામથી ઓળખાતો ભાવનગર થી અમદાવાદ જતા રસ્તાને સરકારશ્રીએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેરવિચારણા કરે તેવી માંગ કરું છુ. બ્રીજના કામ માટે રસ્તો 9 મહિના સુધી સંર્પૂણ બંધ કરી 80 કિલોમીટર સુધીનું લાબું ડાયવર્ઝન ? સરકારશ્રીએ કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. રસ્તાની સમાંતર આવતા ગામો માંથી ડાયવર્ઝન આપવા જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો : MORBI BRIDGE TRAGEDY 25-25 લાખ નરેન્દ્રભાઈએ ગૌતમભાઈને કહીને સંસ્થા દ્વારા દેવરાવ્યા : MLA અમૃતિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad CollectorAhmedabad Collector NotificationAhmedabad NewsBhavnagarBhavnagar NewsDecisionDholeraDholera SirGujaratGujarati NewsNotificationShort RouteThe decision was withdrawnTurn off the shortcut
Next Article