2 કરોડના લૂંટ કેસમાં પૂરવ પટેલ DCP Ravindra Patel ના સંપર્કમાં આવ્યો, શેરબજારની લાલચ ભારે પડી
Ravindra Patel : સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાના ગુજરાતમાં પડેલા દરોડા (SEBI Raid in Gujarat) ને લઈને આઈપીએસ રવીન્દ્ર પટેલ (Ravindra Patel) અને તેમનો પરિવાર ભારે ભીંસમાં મુકાયો છે. SEBI માં જમા કરાયેલી અધધ રકમ ગુજરાતી આઈપીએસ અધિકારી (Gujarati IPS Officer) ક્યાંથી અને કેવી રીતે લાવ્યા ?. ગુપચુપ સમાધાન કરી લઈને Ravindra Patel એ સેબીમાં જમા કરાવેલી 2.63 કરોડની અધધ રકમ ગુજરાત આઈપીએસ વર્તુળ (Gujarat IPS Circle) માં મોટી ચર્ચા જગાવી છે. શેરબજારના જાદુગર જતીન શાહ સાથે Ravindra Patel અમદાવાદમાં કેવી રીતે સંપર્કમાં આવ્યા અને કોના થકી. આ તમામ માહિતી જાણવા વાંચો આ અહેવાલ...
Ravindra Patel એ અમદાવાદમાં બે વર્ષ નોકરી કરી
વર્ષ 2016ની બેચના આઈપીએસ રવીન્દ્ર પટેલ (Ravindra Patel IPS) ને સૌ પ્રથમ વડોદરા ગ્રામ્યમાં ASP તરીકે સરકારે નિમણૂક આપી હતી. ત્યારબાદ વર્ષ 2020માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-1 તરીકે પોસ્ટીંગ અપાયું હતું. લગભગ બે વર્ષ સુધી રવીન્દ્ર પટેલ Ahmedabad DCP Zone 1 તરીકે ફરજ બજાવી હતી અને તે પછી તેમણે Bhavnagar SP, Patan SP અને હાલ ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડ (Gujarat Police Housing Board) માં ફરજ બજાવી રહ્યાં છે.
આ પણ વાંચો - IPS Ravindra Patel ના પત્ની, પૂર્વ આઈપીએસ પિતા સહિતના સંબંધીઓ કેમ ચઢ્યાં SEBI ના ચોપડે ?
2 કરોડના લૂંટ કેસની તપાસમાં IPSને પૂરવ મળ્યો
જુલાઈ-2021માં મહેન્દ્ર સોમા આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 2 કરોડ રૂપિયાની લૂંટ લેવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને (Vastrapur Police Station) સ્થળ પરથી ઝડપાયેલા શખ્સની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં વસ્ત્રાપુરની IDBI Bank માં આવેલા એક એકાઉન્ટમાંથી 4 કરોડ રોકડા ઉપાડવામાં આવ્યા હોવાની હકિકત સામે આવી હતી. એક ચર્ચા અનુસાર IDBI Bank Vastrapur ના એકાઉન્ટની તપાસ કરતા તેના તાર પૂરવ ભરતભાઈ પટેલ (Purav Bharatbhai Patel) સાથે જોડાયેલા મળ્યા હતા. 4 કરોડની રોકડ ઉપાડવાના મામલામાં પોલીસે આગળ વધવાની વાત કરતા પૂરવ પટેલ ડીસીપી ઝોન-1 રવીન્દ્ર પટેલ (DCP Ravindra Patel) ને કગરી પડ્યો હતો. લૂંટ કેસ સાથે સંકળાયેલો મામલો Vastrapur PI એ આટોપી લઈ પૂરવ પટેલને રાહત આપી હતી. આ ઘટના બાદ પૂરવ પટેલ અને રવીન્દ્ર પટેલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, 4 કરોડની રોકડ ઉપાડવાનો મામલો આવકવેરા વિભાગ (Income Tax Department) માં ગયો હતો.
આ પણ વાંચો - Gujarat Police : કલાકોમાં જ મોટાભાગના IPS અધિકારીઓ કયા PIને ઓળખવા લાગ્યા ?
જતીન શાહ, મનિષ મિશ્રા અને પૂરવ પટેલની ત્રિપુટી
107 કિલો ગોલ્ડ, કરોડોની લકઝરી વૉચના માલિક મહેન્દ્ર શાહ (Mahendra Shah) અને મેઘ શાહ (Megh Shah) જેવો જ એક અમદાવાદનો જાદુગર જતીન મધુભાઈ શાહ (Jatin Madhubhai Shah) છે. ખોખા કંપનીઓના પ્રમોટર સાથે MoU કરીને જતીન શાહ અત્યારસુધીમાં લાખો લોકોને રોવડાવી ચૂક્યો છે. જતીન શાહની ટોળકીમાં એક મનિષ મિશ્રા (Manish Mishra) અને પૂરવ પટેલ છે. શેરબજારમાં પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ (Pump and Dump Scam) હર્ષદ મહેતા વખતથી ચાલ્યું આવ્યું છે. જતીન શાહ, મનિષ મિશ્રા અને પૂરવ પટેલ Pump and Dump Scam ના માસ્ટર માઈન્ડ છે. સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (Sadhna Broadcast Ltd) કંપનીમાં જતીને શેર ઓપરેટર તરીકેની ભૂમિકા નિભાવી હતી. જ્યારે મનિષ મિશ્રા અને પૂરવ પટેલ કૃત્રિમ ભાવ વધારા બાદ ગામને શેર પધરાવી દેવાનું કામ સંભાળે છે.
આ પણ વાંચો - પંકજ ત્રિવેદી મર્ડર કેસમાં Super IPS જેવો વટ ધરાવતા અંગત મદદનીશની Ahmedabad Police બેડામાં ભારે ચર્ચા