ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિવાજી મહારાજની વાંધાજનક પોસ્ટ પર વિવાદ, પોસ્ટ મુકનાર પત્રકાર સામે કાયદાકીય કાર્યવાહી અને સજાની કરાઈ માંગ

અમદાવાદ કલેક્ટર ઓફીસ ખાતે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યર્તાઓએ વિરોઘ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો અને પત્રકાર દિલીપ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી અને સજાની માંગણી કરવામા આવી હતી. છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ જેમાં જણાવવામા આવ્
01:38 PM May 07, 2022 IST | Vipul Pandya
અમદાવાદ કલેક્ટર ઓફીસ ખાતે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યર્તાઓએ વિરોઘ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો અને પત્રકાર દિલીપ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી અને સજાની માંગણી કરવામા આવી હતી. 

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ જેમાં જણાવવામા આવ્યુ છે કે પત્રકાર દિલીપ પટેલ દ્વારા તારીખ 3 -05-22 ના રોજ ફેસબુક ઉપર એક પોસ્ટ કરવામા આવી અને તેમાં મૂકવામાં આવ્યુ હતુ કે શિવાજીના અત્યાચારો અને લૂંટ બાદ હવે મરાઠી સમાજના ચંદ્રકાંત પાટીલ ઉર્ફે સી.આર. પાટીલના અત્યાચારો અને લૂંટ, મરાઠી પાટીલને બદલો" જેવી વાંધાજનક તેમજ ભારતના વીર સપુત  છત્રપતિ શિવાજી મહારાજ વિરૂધ્ધ અમદુ ટીપ્પણી કરેલ છે. આ કામના આરોપી એક પત્રકાર હોય અને ભણેલ ગણેલ હોય અને પત્રકાર જેવા સમ્માનીય પદ પર કાર્યરત હોય તો તેઓને આવી અભદ્ર ટીપણી અને પુરાવા વગર કોઈ  વિરુદ્ધ ટિપ્પણી કરવી યોગ્ય જણાતી ન હોય જેથી તેઓના વિરુદ્ધમાં યોગ્ય કલમોનો આધિન ગુનો દાખલ કરવા નમ્ર અરજ છે.

વીર છત્રપતિશિવાજી મહારાજ આપણા ભારતના હિન્દુ સ્વરાજપના રક્ષક તેમજ કરોડો હિન્દુઓના તેમજ સમ્માનીય છે. શિવાજી મહારાજે કયારેય પણ પક્ષપાત કરેલ નથી અને દરેક વર્ગના લોકોને એક જૂથ કરી હિન્દુ ધર્મને બચવવાના અથાગ પ્રયત્નો કરેલ અને તેઓના શાસન કાળમાં તમામને મદદરૂપ થયેલ છે. તેમના વિરૂધ્ધમાં યોગ્ય માહિતી તેમજ પુરાવા વગર આ કામના આરોપીએ પોતાની માનસિકતા છતી કરેલ છે. આ કામના આરોપીએ વીર શિવાજ મહારાજને ટારૂ તરીકે સંબોધી કરોડો લોકોની લાગણીને ઠેસ પહોંચાડેલ છે. આ કામના આરોપી પત્રકારીતાની આડમાં નોટી માહિતી ફેલાવતા આવેલ છે જેથી તેના વિરૂધ્ધમાં વાગ્ય કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે તેવી હમારી નમ્ર અરજ છે.

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અમોલ ધબડગેએ જણાવ્યુ છે કે આરોપી પોતાની અંગત વાતને કોઈ વીર પુરુષ સાથે સરખામણી કરી ખોટી રીતે શિવાજી મહારાજને બદનામ કરવાનો હિન પ્રયત્ન કર્યો છે. તેથી તેના વિરૂધ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અને  જો તેમ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમને આંદોલન કરવાની ફરજ પડશે.

Tags :
AhemdabaddemandforpunishmnentGujaratGujaratFirstJournalistlegalaction
Next Article