Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બી.જે.મેડિકલ કોલેજમાં સતત બીજા દિવસે ગરબા યોજાતા વિવાદ

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં સાઇલેન્ટ ઝોન હોવા છતાં સતત બીજા દિવસે ગરબાનું આયોજન કરાયું હતું. શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે, જેમાં દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજ દ્વારા ગઈકાલ રાત્રે લાઈવ કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. લાઈવ કોન્સર્ટમાં ડોક્ટર અને વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા. જ્યારે આજે સતત બીજà
બી જે મેડિકલ કોલેજમાં સતત બીજા દિવસે ગરબા યોજાતા વિવાદ
અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં સાઇલેન્ટ ઝોન હોવા છતાં સતત બીજા દિવસે ગરબાનું આયોજન કરાયું હતું. 
શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે, જેમાં દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજ દ્વારા ગઈકાલ રાત્રે લાઈવ કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. લાઈવ કોન્સર્ટમાં ડોક્ટર અને વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા. 
જ્યારે આજે સતત બીજા દિવસે  ગુરુવારે પણ નિયમો મૂકીને ડોકટર અને વિધાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા.જેના કારણે  હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે પરેશાન થયાની ચર્ચાએ જોર પકડયું છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે મેડિકલ કોલેજ દ્વારા ગઇકાલે સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો. જેમાં  બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોકટર હાજર રહ્યા હતા.  બહારના લોકો પણ આવી શકે એ માટે પાસ રાખવામાં આવ્યા હતા. 150 રૂપિયામાં લાઈવ કોન્સર્ટના પાસ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે રાત્રે ગરબા પણ રાખવામાં આવ્યા હતા જેમાં પણ પાસ રાખવામાં આવ્યા હતા. એક બાજુ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખુદ ડોકટર અને વિધાર્થીઓ નિયમો નેવે મૂકીને ગરબે ઘૂમ્યા મયા હતા. 
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે આ  અવાજના કારણે કોઈ દર્દીને  પરેશાની થતી નથી. જો પરેશાની થશે તો  કાર્યવાહી થશે. 
Advertisement
Tags :
Advertisement

.