Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૂજરાત વિદ્યાપીઠમાં વિવાદનો ભડકો, કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂક બાદ 9 ટ્રસ્ટીઓના રાજીનામાં

એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. તો બીજી તરફ ગાંધીજીના સમયથી ચાલી આવતી ગુજરાતની પ્રતિષ્ઠિત એજ્યુકેશન સંસ્થા એવી ગૂજરાત વિદ્યાપીઠમાં એક સાથે 9 ટ્રસ્ટીઓના રાજીનામાને લઇને વિવાદ સર્જાયો છે. જેનું કારણ છે કે ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની નિમણૂકથી ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નિયમ અનુસાર નવા કુલપતિની પસંદગી નહીં થવાનો ટ્રસ્ટીઓનો આક્ષેપગૂàª
ગૂજરાત વિદ્યાપીઠમાં વિવાદનો ભડકો   કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂક બાદ 9 ટ્રસ્ટીઓના રાજીનામાં
એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. તો બીજી તરફ ગાંધીજીના સમયથી ચાલી આવતી ગુજરાતની પ્રતિષ્ઠિત એજ્યુકેશન સંસ્થા એવી ગૂજરાત વિદ્યાપીઠમાં એક સાથે 9 ટ્રસ્ટીઓના રાજીનામાને લઇને વિવાદ સર્જાયો છે. જેનું કારણ છે કે ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની નિમણૂકથી ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 
નિયમ અનુસાર નવા કુલપતિની પસંદગી નહીં થવાનો ટ્રસ્ટીઓનો આક્ષેપ
ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલની નિમણૂક પછીથી ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. વિદ્યાપીઠના ટ્રસ્ટના નિયમ અનુસાર નવા કુલપતિની પસંદગી નહીં થવાનો ટ્રસ્ટીઓનો આક્ષેપ છે. ટ્રસ્ટીઓની દલીલ છે કે સરકાર દ્વારા રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચથી યોગ્ય સંવાદ કર્યા વગર જ મૂળ તત્વને અભેરાઇએ ચડાવીને નવા કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરી દેવાઇ છે, જે અયોગ્ય છે. 

 9 ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામા આપી દેવાયા
ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતિથી થવી જોઇએ, પરંતુ બહુમતીથી  નિર્ણય લેવામાં આવ્યો છે.અત્યાર સુધી કુલપતિનિ નિમણૂક સર્વ સંમતિથી કરવામાં આવતી હતી. જેનો વિરોધ કરતા 9 ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામા આપી દેવાયા છે.  આ ટ્રસ્ટીઓમાં નરસીંહભાઇ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન અયંગર, ઉત્તમ પરમાર, માઇકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ, કપિલ શાહનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.