ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભજનાનંદી પ્રમુખસ્વામી મહારાજના ભજન કીર્તન આજે પણ અવિરત ચાલુ

પ્રમુખસ્વામી મહારાજ ભજનાનંદ તરીકે પણ ઓળખાય છે. ભજનાનંદ પ્રમુખસ્વામીના ભજન કીર્તન અને કથા વાર્તાની પ્રથમવાર સ્ટોરી ગુજરાત ફર્સ્ટ વેબ પર પ્રસારિત થઈ રહી છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું અનેક કાર્યો કર્યા પરંતુ તેમાં તેઓ હંમેશાં ભજન કીર્તન કરતા રહેતા.કિર્તન માટે વિશાળ ડોમસ્વામિનારાયણ નગરીમાં પણ તેમની વિશાળ પ્રતિમાની બંને તરફ ભજન કીર્તન àª
06:12 PM Dec 21, 2022 IST | Vipul Pandya
પ્રમુખસ્વામી મહારાજ ભજનાનંદ તરીકે પણ ઓળખાય છે. ભજનાનંદ પ્રમુખસ્વામીના ભજન કીર્તન અને કથા વાર્તાની પ્રથમવાર સ્ટોરી ગુજરાત ફર્સ્ટ વેબ પર પ્રસારિત થઈ રહી છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું અનેક કાર્યો કર્યા પરંતુ તેમાં તેઓ હંમેશાં ભજન કીર્તન કરતા રહેતા.
કિર્તન માટે વિશાળ ડોમ
સ્વામિનારાયણ નગરીમાં પણ તેમની વિશાળ પ્રતિમાની બંને તરફ ભજન કીર્તન અને કથા વાર્તા માટેના બે વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. પુરુષ અને મહિલાઓ માટેના બંને ડોમમાં સતત ભજન કીર્તન અને કથા વાર્તા ચાલુ રહે છે. રોજના હજારો ભક્તો ભજન કીર્તન અને કથા વાર્તામાં જોડાઈ રહ્યા છે. સ્વામિનારાયણ નગરની ઓળખ બન્યા છે આ ડોમ, ભક્તો ભક્તિમાં અહીં આવી તરબોળ થઈ જાય છે.
હરિભક્તો ભજનનો આનંદ લે છે
ભગવાન ભજવા અને ભજવવા ને પોતાનો જીવન ધ્યેય ગણાવનારા પ્રમુખસ્વામી મહારાજ ખરા અર્થમાં ભજનાનંદી હતા અનેક પ્રવૃત્તિ વચ્ચે પણ ભજનનો દોર કદી તૂટવા ન દેનારા તેઓ માળા જાપ, ધૂનગાન, સદ ગ્રંથોનું વાંચન વગેરે દ્વારા સતત ભક્તિમય બની રહ્યા હતા. તેઓના અખંડ આનંદનું એક રહસ્ય હતું ભજન. તેઓના ભજનાનંદી વ્યક્તિત્વની સ્મૃતિ સાથે આ ભજન કુટીરો ની રચના કરવામાં આવી છે. તેમાં બેસી ભક્તો ભજનનો આનંદ લઈ રહ્યા છે.
આ પણ વાંચો - સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે : RSS પ્રમુખશ્રી મોહન ભાગવત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBhajanKirtanGujaratFirstPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article