Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં લોકોત્સવની પૂર્ણાહૂતિ

ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સહિત ભાઇ બલરામ આજે વાજત ગાજતે નગરચર્યાએ નીકળ્યા ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આપને પળેપળના અપડેટ આપી રહ્યું છે. ભક્તોની ભીડ જોતાં શાહપુર ચાર રસ્તાં રથયાત્રા 1 કલાક સુધી રોકાઇ હતી. હાલમાં રથયાત્રા જમાલપુર પૂર્ણાહૂતિ તરફ પહોંચી છે. હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં લોકોત્સવની પૂર્ણાહૂતિ થઇ છે. આજની રાત ભગવાન પોતાના ભાઇ બહેન સહિત મંદિર પ્રાંગણમાં જ રોકાશે. વ
02:14 AM Jul 01, 2022 IST | Vipul Pandya
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સહિત ભાઇ બલરામ આજે વાજત ગાજતે નગરચર્યાએ નીકળ્યા ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આપને પળેપળના અપડેટ આપી રહ્યું છે. ભક્તોની ભીડ જોતાં શાહપુર ચાર રસ્તાં રથયાત્રા 1 કલાક સુધી રોકાઇ હતી. હાલમાં રથયાત્રા જમાલપુર પૂર્ણાહૂતિ તરફ પહોંચી છે. હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં લોકોત્સવની પૂર્ણાહૂતિ થઇ છે. આજની રાત ભગવાન પોતાના ભાઇ બહેન સહિત મંદિર પ્રાંગણમાં જ રોકાશે. વિધિ મુજબ રાણી રુક્મણીના રિસામણાના કારણે તેઓ આજની રાત્રિ રોકાણ મદિર ગર્ભગૃહની બહાર કરશે. મંદિર મહંત દ્વારા ભગવાનની નજર ઉતારી સાયં આરતી કરવામાં આવશે. જેમાં ભગવાનની ઝાંખી માટે હાલમાં મંદિર પરિસરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. 
 
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા (Ahmedabad 145th Rath Yatra) નીકળી હતી. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સવારે 7 વાગ્યે પહેલા રથનું નિજમંદિરમાંથી પ્રસ્થાન થયું હતું. આ દરમિયાન જગન્નાથજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, દરમિયાન દર્શન કરવા આવેલા ભક્તોએ જય રણછોડ-માખણચોરના નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. વળી અમદાવાદમાં કોરોનાના કેસ ફરી વધતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા ભક્તોને માસ્ક પહેરવાની ખાસ અપીલ કરવામાં આવી છે. આજે રથયાત્રાના બંદોબસ્તમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વળી કોઇ ચુક ન રહી જાય તે માટે આકાશથી ડ્રોન મારફતે વોચ રાખવામાં આવી રહી છે. રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં છે. હાલમાં ભગવાન જગન્નાથના રથ કાલુપુર પહોંચ્યા છે. કોરોના મહામારી બાદ આજે ત્રીજા વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોના માનવ મહેરામણ સાથે નીકળી શકી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે જગતના નાથ ભક્તો વિના જ નગરચર્ચાએ નીકળ્યા હતા, પરંતુ આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાના કારણે ભક્તો મોટી સંખ્યામાં તેમના ભગવાન જગન્નાથના દર્શનાર્થે પહોંચ્યા છે. ત્યારે જગન્નાથને પોતાને આંગણે વધાવવા ભક્તો પણ ભાવવિભોર બન્યાં છે. 
અખાડા સરસપુર પહોંચ્યા છે. તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં છે. ભગવાનનું મામેરૂ અર્પણ કરવામાં આવ્યું હતું. હાલમાં ત્રણેય રથ સરસપુરથી રવાના થયાં છે. રથ દરિયા પુરથી શાહ પુર પહોંચ્યાં હતાં. શાહપુર પહોંચતા જ કેબિનની છત તુટી પડતાં બાળકો સહિત 20થી વધુ લોકો નીચે પડ્યા હતાં. જોકે મોટી જાનહાનિ ટળી હતી. 

રથયાત્રા પળેપળના અપડેટની ટાઇમલાઇન


  • 20.09  રથનિજ મંદિર પહોંચ્યા
  • 18.15 રથયાત્રા જમાલપુર પહોંચી 
  • 5.00 વાગ્યે રથ શાહપુર પહોંચ્યા
  • 4.45 વાગ્યે રથ દિલ્હી ચકલા પહોંચ્યા
  • 4.11 વાગ્યે રથ દરિયાપુર પહોંચ્યા
  • 14.55 મોસાળથી નિજ મંદિર તરફ રવાના થઇ રથયાત્રા 

  • 12.59 વાગ્ય રથ મોસાળ સરસપુર પહોંચ્યા
  • 12.48 રથ કાલુપુર પહોંચ્યાં 
  • 11.48  રથ ખાડિયા પહોંચ્યા
  • 11.41  રથ રાયપુર ચકલા પહોંચ્યા
  • 10.38  રથ ખાડિયા તરફ રવાના થયાં
  • 10.25  ભગવાનના રથ કોર્પોરેશન પહોંચ્યા
  • 10.21 વાગ્યે ભગવાન જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો
  • 10.01 વાગ્યે રથ વૈશ્યસભા પહોંચ્યા
  • 9.01 વાગ્યે રથ જમાલપુર દરવાજાથી આગળ વધ્યા
  • 8.31 વાગ્યે અખાડા કોર્પોરેશન તરફ રવાના થયા
  • 8.01 વાગ્યે 50થી વધુ ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશનથી આગળ નીકળી
  • 7.45 વાગ્યે હાથીની સવારી ઢાળની પોળ પહોંચી
  • 7.27 ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવા રવાના
  • 7.24 ગજરાજ જમાલપુર દરવાજાથી વૈશ્યસભા તરફ રવાના થયા
  • 7.08 વાગ્યે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યા
  • 7.06 વાગ્યે બળભદ્રજીનો રથ નગચર્ચા માટે રવાના થયો
  • 7.02 વાગ્યે સુભદ્રાજીનો રથ મંદિરમાંથી નગરચર્યા માટે રવાના થયો
  • 6.57 વાગ્યે મંદિરમાંથી જગન્નાથજીનો રથ મંદિરમાંથી પ્રસ્થાન થયો
  • 6.55 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી રથાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
  • 5.38 વાગ્યે ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
  • 5.30 વાગ્યે બહેન સુભદ્રાજીને પદ્મધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં
  • 5.21 વાગ્યે ભગવાન જગદીશને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
  • 5 વાગ્યે ખીચડો અને કોળા - ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો
  • 4.40 વાગ્યે ભગવાનની આંખ પરથી રેશમી પાટા ખોલવામાં આવ્યાં
  • 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી
  • 3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં
રથયાત્રા Live Update...


રથયાત્રાના રૂટની પળેપળના સમાચાર માટે જુઓ ગુજરાત ફર્સ્ટ

સરસપુરમાં સાધુ સંતો સહિતના લોકો માટે ભંડારાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સરસપુર ભાગવાનનું મોસાળ કહેવાય છે ત્યારે ખાસ ભગવાનના વધામણા કરવા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો રથયાત્રામાં જોડાયા છે. અહીં ભગવાન જગન્નાથની એક ઝલક માટે લોકો તલપાપડ થતા પણ જોવા મળી રહ્યા છે.



ડ્રોનથી સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારની સુરક્ષામાં ચુક ન રહી જાય તે માટે પોલીસ આકાશથી ચાંપતી નજર રાખી રહ્યા છે. 


ભક્તો અમીછાંટણાથી ભાવવિભોર થયા
ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અમીછાંટણા થતા ભક્તોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે. ખાડિયા, કાલુપુર, અને પાંચકુવામાં અમીછાંટણા થતા ભક્તો ભાવવિભોર થયા છે. શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે.

સરસપુર ખાતે ભક્તોમાં અનેરો ઉત્સાહ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને સરસપુરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં રણછોડરાય મંદિર કે જ્યા ભગવાન જગન્નાથજીનું મોસાળ આવેલું છે ત્યા પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે. 
ગજરાજો ઢાળની પોળ પહોંચ્યા
ભગવાનની નગરચર્યા અમદાવાદ શહેરમાં ધીરે-ધીરે આગળ વધી રહી છે. ત્યારે ગજરાજો ઢાળની પોળ પહોંચ્યા છે. અહીં પણ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને પહોંચ્યા છે. અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. 
145મી જગન્નાથજીની રથયાત્રા પર અમદાવાદના મેયરે આપી પ્રતિક્રિયા
અમદાવાદના પ્રથમ નાગરિક ગણાતા મેયર કીરિટ પરમારે 145મી રથયાત્રા નિમિત્તે શહેરના નાગરિકોને અને ભક્તોને શુભકામનાઓ પાઠવી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શક્યા નહોતા પરંતુ આજે તેઓ ભગવાનના દર્શન કરી અનેરો આનંદ લઇ રહ્યા છે. વળી આ દરમિયાન મેયરે અમદાવાદ શહેરના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, આ શાંતિપૂર્ણ નગરયાત્રા સંપન્ન થાય અને અમદાવાદનું ગૌરવસમ્ય રથયાત્રા સંપન્ન થાય તેમા આપણે બધા સાથે રહી અને સહકાર આપીએ જેથી અમદાવાદનું અને ગુજરાતનું ગૌરવ વધે. 


જગતના નાથ નગરજનોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી

મહત્વનું છે કે, આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથજીના દર્શનાર્થે આવ્યા હતા જ્યા તેમણે મંગળા આરતી કરી. આ સમયે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા હતા. આરતી બાદ ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા હતા. 


ભગવાનના રથની પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી

કોરોના સંક્રમિત હોવાને કારણે એવી ધારણા હતી કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ આજે સવારે મંદિર પહોંચ્યા જ્યા તેમણે સોનાની સાવરણીથી રથને સાફ કર્યો હતો. ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થયા. બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર પણ રથમાં બિરાજમાન થયા. સવારે 7.15 કલાકે ભગવાનના રથની પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. મંદિરમાં પહિંદ વિધિ કરીને રથને ખેંચીને ભગવાનની આ રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે પણ ભગવાનના દર્શન કર્યા. 

ભગવાનને ખિચડીનો થાળ ભોગ ધરાવવામાં આવ્યો

સવારે 5.00 વાગ્યે ભગવાનને ખિચડીનો થાળ ભોગ ધરાવવામાં આવ્યો હતો. 5.21 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 5.30 વાગ્યે બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5.38 વાગ્યે તેમના ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

વહેલી સવારે ખૂલ્યાં જગન્નાથજી મંદિરના કપાટ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરના (Ahmedabad Jagannath Temple) કપાટ વહેલી સવારે 3.55 વાગ્યે ખૂલ્યાં હતા. અને ચાર વાગ્યે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ સવારે 4.40 વાગ્યે ભગવાનની આંખો ઉપરથી પાટા ખોલવામાં આવ્યા હતા. 
ભક્તોની ભીડ વચ્ચે કેવો છે પોલીસનો બંદોબસ્ત
જગતના નાથ જ્યારે નગરચર્ચાએ નીકળશે તો મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોવાના અંદાજ સાથે તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત પહેલાથી જ ચુસ્ત રાખવામાં આવ્યો છે. સુરક્ષામાં સામાન્ય પણ ચુક ન રહી જાય તેનું ખાસ પોલીસ ધ્યાન રાખી રહી છે. આ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શક્યા નહોતા, જેથી ભક્તોમાં આ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રથયાત્રાનો રૂટ

સવારે વાગ્યે રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચવાનો અંદાજ છે. ત્યારબાદ પોણા દસ વાગ્યે રાયપુર ચકલા પહોંચશે. સાડા દસ વાગ્યે ખાડીયા ચાર રસ્તા, જ્યાંથી રથયાત્રા સવારે સવા અગિયાર વાગ્યે કાલુપુર સર્કલ, બાર વાગ્યે સરસપુર મંદિર પહોંચશે. અહીં વિશ્રામ કર્યા બાદ દોઢ વાગ્યે સરસપુરથી રથયાત્રા નીજ મંદિર તરફ પરત ફરવાની શરૂઆત થશે. બે વાગ્યે કાલુપુર સર્કલઅઢી વાગ્યે પ્રેમ દરવાજાસવા ત્રણ વાગ્યે દિલ્હી ચકલાપોણા ચાર વાગ્યે શાહપુર દરવાજાસાડા ચાર વાગ્યે આર.સી.સ્કૂલ, પાંચ વાગ્યે ઘી કાંટાપોણા છ વાગ્યે પાનકોર નાકા અને સાડા છ વાગ્યે માણેકચોક થઈ રાત્રે સાડા આઠ વાગ્યે નીજ મંદિર પરત ફરશે.


પાર્કિંગની શું છે વ્યવસ્થા

આ સિવાય રથયાત્રાના દિવસે પાર્કિંગ વ્યવસ્થાને લઇને પણ પોલીસ દ્વારા મહત્વની જાાણકારી આપવામાં આવી છે. જે પ્રમાણે સવારે અને સાંજે મંદિરે દર્શનાર્થે આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કેલિકો મિલ, જમાલપુર ફૂલ બજાર અને રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી છે. આ સિવાય જે લોકો શાહપુર દર્શન માટે જશે તેમના માટે પણ રિવરફ્રન્ટ ખાતે પાર્કિંગની વ્યવસ્થા હશે. તો સરસપુરમાં આવતા દર્શનાર્થીઓ માટે ચાર જગ્યા પર પાાર્કિંગ સુવિધા ઉભી કરાઇ છે. ઉપરાંત ખાસ વાત એ કે રથયાત્રાનો સંપૂર્ણ રુટ નો પાર્કિંગ ઝોન રહેશે.

    ઉલ્લેખનીય છે કે, રથયાત્રા (Rath Yatra) તે ભગવાન જગન્નાથ (Lord Jagannath), બલરામ (Balarama) અને સુભદ્રા (Subhadra) સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર (Hindu Festival) છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સા (Odisha Jagannath Temple) નાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. મહત્વનું છે કે, ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે (Jagannath Puri Rath Yatra), આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી (Ahmedabad Jagannath Temple) નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.
    આ પણ વાંચો - જય.. જય.. જગન્નાથ : નગરના નાથ નીકળશે નગરચર્યાએ, ભક્તો રંગાશે ભક્તિના રંગમાં
    Tags :
    AhmedabadAhmedabadRathYatraGujaratGujaratFirstLordJagannathRathyatraRathyatra2022
    Next Article