Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandola Lake Demolition : CM ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પૂર્ણ, 40 મિનિટની મિટિંગમાં શું થઈ ચર્ચા?

ચંડોળા તળાવમાં થેયલા ગેરકાયેદસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. દબાણો દૂર કરવાની કામગીરી હાલ પણ ચાલુ છે.
chandola lake demolition   cm ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પૂર્ણ  40 મિનિટની મિટિંગમાં શું થઈ ચર્ચા
Advertisement
  1. અમદાવાદમાં Chandola Lake Demolition મામલે યોજાયેલ મહત્ત્વની બેઠક પૂર્ણ
  2. ચંડોળા તળાવમાં ડેમોલિશન મામલે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
  3. બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય, CP G.S. Malik હાજર રહ્યા
  4. AMC કમિશનર બંછાનિધિ પાની, કલેક્ટર સુજિત કુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
  5. ચંડોળા તળાવ આસપાસ દબાણો દૂર કરી તળાવ ડેવલપ કરવાને લઈને પણ ચર્ચા થઈ

Chandola Lake Demolition : અમદાવાદનાં (Ahmedabad) ચંડોળા તળાવ ડિમોલિશન મામલે આજે CP ઓફિસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જે હવે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ચંડોળા તળાવ ખાતે ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ હોવાની માહિતી છે. સાથે જ બેઠકમાં ચંડોળા તળાવમાં (Chandola Lake) થયેલા ગેરકાયેદસરનાં દબાણો પર થનારી કાર્યવાહી, તળાવ ડેવલપ કરવાની કામગીરી સહિતની વિગતો પણ મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay), અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, AMC કમિશનર બંછાનિધિ પાની સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - LIVE: Ahmedabad : ચંડોળા તળાવ મામલે યોજાયેલ બેઠક પૂર્ણ, મુખ્યમંત્રીએ ડિમોલેશનની સમીક્ષા કરી

Advertisement

Advertisement

ચંડોળા તળાવમાં ડેમોલિશન મામલે CM ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદનાં ચંડોળા તળાવમાં અંદાજે છેલ્લા બે દાયકાથી થયેલા ગેરકાયેદસરનાં દબાણો સામે હવે તંત્રે લાલ આંખ કરી છે અને દબાણોને દૂર કરવાની કામગીરી (Chandola Lake Demolition) પૂરજોર શરૂ કરી છે. ચંડોળા તળાવમાં થેયલા ગેરકાયેદસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. દબાણો દૂર કરવાની કામગીરી હાલ પણ ચાલુ છે. દરમિયાન, આ ડિમોલિશનની કામગીરી અંગે CP ઓફિસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik), AMC કમિશનર બંછાનિધિ પાની (Banchhanidhi Pani), CM નાં અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગનાં અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Gujarat : ઘૂસણખોરો પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક, ચંડોળા તળાવ 'દબાણમુક્ત' બનશે

ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર દબાણો તબક્કાવાર દૂર કરવાની ચર્ચા

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અંદાજિત 40 મિનિટ સુધી યોજાયેલ આ બેઠકમાં ચંડોળા તળાવ ખાતે ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં ચંડોળા તળાવ અને આસપાસનાં વિસ્તારમાં થયેલા ગેરકાયદેસરનાં દબાણો પર કાર્યવાહી બાબતે વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રે પટેલ (CM Bhupendra Patel) સમક્ષ મૂકવામાં આવી હતી. ઉપરાંત, ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં થયેલા અન્ય દબાણોની પણ વિગતો મુખ્યમંત્રી સમક્ષ મૂકાઈ હતી. આ સાથે ચંડોળા તળાવનાં દબાણો દૂર કરવાની કામગીરી તથા ત્યારબાદ દબાણ ન થાય તેની વિગતો મ્યુનિસિપલ કમિશનરે મૂકી હતી. ચંડોળા તળાવનાં આસપાસ થયેલા દબાણો દૂર કરીને તળાવને ફરી ડેવલપ કરવાને લઈને પણ ચર્ચા થઈ હતી. ચંડોળાની (Chandola Lake) આસપાસ તબક્કાવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત, ગેરકાયદેસર રીતે રહેતા લોકોનાં ડોક્યૂમેન્ટની તપાસ સહિતની બાબતો પર પણ ચર્ચા થઈ હતી. માહિતી અનુસાર, બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો - Ahmedabad Chandola Lake Demolition : ચંડોળા તળાવ પર અતિક્રમણની જાણો સવિસ્તાર ટાઇમલાઇન

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Morbi : 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મેરુપરનો યુવાન અચાનક ગુમ થયો, શંકાસ્પદ હાલતમાં મળી લાશ!

featured-img
અમદાવાદ

Ahmedabad : ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટે AMC એ કંટ્રોલ રૂમ શરૂ કર્યા

featured-img
બિઝનેસ

BSNL નું ઓપરેશન સિંદૂર ને સલામ! રિચાર્જ કરો અને સેનાને ટેકો આપો, કેશબેક અને લાંબી વેલિડિટી સાથે

featured-img
અમદાવાદ

Ahmedabad : ઠક્કરનગર પાસે મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતી 2 મહિલા ઝડપાઈ, Video વાઇરલ

featured-img
Top News

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી આતંક મચાવ્યો, કવરેજ દરમિયાન પત્રકાર પર કર્યો હુમલો , ફોન પણ છીનવી લીધો

featured-img
ગાંધીનગર

Mehsana : કડીમાં વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીએ 10 વર્ષનાં બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું

Trending News

.

×