Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે અમદાવાદને આટલા કરોડની ગ્રાન્ટ ફાળવી

વર્ષ 2018 થી કેન્દ્ર સરકાર હસ્તક નિર્ભયા પ્રોજેક્ટ નો તબક્કા વાર અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશના 8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે. અમદાવાદ ,બેંગલુરુ , ચેન્નાઇ , દિલ્હી , હૈદરાબાદ , કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી મળી છે.નિર્ભયા ફંડનિર્ભયા સેફ સીટી પ્રોજેકટની અમદાવાદમાં પણ શà
નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે અમદાવાદને આટલા કરોડની ગ્રાન્ટ ફાળવી
વર્ષ 2018 થી કેન્દ્ર સરકાર હસ્તક નિર્ભયા પ્રોજેક્ટ નો તબક્કા વાર અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશના 8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે. અમદાવાદ ,બેંગલુરુ , ચેન્નાઇ , દિલ્હી , હૈદરાબાદ , કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી મળી છે.
નિર્ભયા ફંડ
નિર્ભયા સેફ સીટી પ્રોજેકટની અમદાવાદમાં પણ શરૂઆત થશે. સ્માર્ટ પોલીસિંગ મહિલા સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ભયા ફંડ આપવામાં આવશે. 3 વર્ષ દરમ્યાન 220.11 કરોડ ની ગ્રાન્ટ અમદાવાદને ફાળવવામાં આવશે તેવું ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું.
નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓના ગુનાઓ ઓછા થાય જાહેર કે પરિવહન સ્થળ સમયે મહિલાઓની સલામતી સુનિશ્ચિત બને, નિર્ભય પણે મહિલાઓ શહેરમાં મુસાફરી કરી શકે, કામ કરી શકે, રહેવા માટે સક્ષમ બને તે હેતુથી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ઇન્ટીગ્રેટેડ અને ઈન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે, જેમાં GUJ COP, ડાયલ 100,112 સરકારી એપ અને ડેટા મર્જ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ રીકોગ્નાઈઝ કેમેરા પણ નાખવામાં આવ્યા છે.
500 હોટસ્પોટ નક્કી કરાયા
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી CCTV ફૂટેજ નાખવામાં આવ્યા છે., 250 રિવરફ્રન્ટ પરના અન્ય 150 સીટી બસ સ્ટોપ, 90 હોટસ્પોટ પર નખાશે. 677 IP બેઝડ કેમેરા નાખવામાં આવશે, 255 ફિક્સ બોક્સ કેમેરા, 300 બુલેટ કેમરા, 112 PTZ કેમેરા તથા  20 પોર્ટેબલ પોલ્સ ઉભા કરી કેમેરા રાખવામાં આવશે જેનો ઉપયોગ જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ થઈ શકે. ઉપરાંત 205 ઇલેક્ટ્રોનિક કોલ બોક્ષ બસ સ્ટોપ પર, 35 ક્રાઇમ હોટ સ્પોર્ટ, 20 રિવરફ્રન્ટ પર મુકવામાં આવશે, સાથે જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ મૂકવામાં આવશે.
200 કરોડથી વધુની ગ્રાન્ટ મળી છે
મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી રીક્ષા અને ટેક્સીઓને QR કોડ સાથે એટેચ કરાઈ તમામ વાહનોની વિગત મેળવી શકશે, ડ્રાઇવરની ગુના ઇતિહાસની જાણકારી અને ટ્રેકિંગ ની માહિતી પણ પરિવારજનોની શેર કરી શકાશે.. સમયાંતરે સરકાર મહિલાઓની ચિંતા કરતી આવી છે ત્યારે મહિલા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 200 કરોડથી વધુની કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ મળી છે તેનાથી મહિલા સેફ્ટી ને લઈને વિશેષ આ તમામ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.