Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલો! શરૂઆતી વરસાદમાં જ રોડ ધોવાઇ ગયો, તંત્ર પર ઉઠ્યા સવાલ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ ગરમીનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીથી કંટાળી ગયેલા લોકો હાલમાં રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. જોકે, વરસાદ ઠંડીની સાથે સાથે કઇક બીજું પણ લઇને આવ્યો છે. જીહા, દર વર્ષની જેમ રોડ અને રસ્તાઓ વરસાદ બાદ ધોવાઇ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રોકાઇ રોકાઇને પડી રહેલા વરસાદના કારણે અમદાવાદના ઘણા વ
લો બોલો  શરૂઆતી વરસાદમાં જ રોડ ધોવાઇ ગયો  તંત્ર પર ઉઠ્યા સવાલ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ ગરમીનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીથી કંટાળી ગયેલા લોકો હાલમાં રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. જોકે, વરસાદ ઠંડીની સાથે સાથે કઇક બીજું પણ લઇને આવ્યો છે. જીહા, દર વર્ષની જેમ રોડ અને રસ્તાઓ વરસાદ બાદ ધોવાઇ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રોકાઇ રોકાઇને પડી રહેલા વરસાદના કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાના અને રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. 
વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પૂરી રીતે ધોવાઇ ગયા છે. અમદાવાદના રાજપથ ક્લબ નજીકમાં આવેલો એક આખોય રોડ આ વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. ફોટાથી તમે સ્પષ્ટ રીતે સમજી શકો છે કે અહીં કેવી કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હશે. દર વર્ષે ચોમાસાએ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી જતી હોય છે. ત્યારે આ વર્ષે ફરી તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. કોર્પોરેશન વિભાગ દ્વારા વરસાદ પહેલા આ રોડનું પેચવર્ક કરવામાં આવ્યું હતું. તેમ છતા હાલત કેવી તે તમે જોઇ શકો છો. અમદાવાદવાસીઓ ગરમીથી રાહત મળે અને જલ્દી જ વરસાદ આવે તેવી મનોકામનાઓ કરી રહ્યા હતા. જોકે, વરસાદ પડ્યો પણ એવો પડ્યો કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. 
વળી આ સાથે રોડ-રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. કહેવું ખોટું નહીં હોય કે, પહેલા જ વરસાદ બાદ રોડની હાલત કેવી, જનતાને ન ગમે તેવી. મહત્વનું છે કે, અમદાવાદમાં શુક્રવારે બપોર પછી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. વળી આ દરમિયાન એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કે લોકોના વાહનો બંધ પડી ગયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.